મોરબી મહાપાલિકાની નવી ઝોન ઓફિસના બાંધકામમાં કોન્ટ્રાક્ટર દ્વારા લોટ, પાણીને લાકડા: શહેર કોંગ્રેસના પ્રમુખનો આક્ષેપ મોરબી વાંકાનેર શહેરી વિકાસ સત્તામંડળની મુસદ્દારૂપ વિકાસ યોજનાના વાંધા સૂચનો મંગાવ્યા માળીયા (મી)નાવવાણિયા ગામેસ્મશાનમાં મૂકવામાંઆવલે દેવી-દેવતાઓની મૂર્તિઓને ખંડિત કરનાર સામે આકરા પગલાં લેવાની માંગ મોરબીમાં આર્થિક શક્તિ અને વૈશ્વિક નેતૃત્વ વિષય પર વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ અંતર્ગત વાર્તાલાપ યોજાયો મોરબીમાં શ્રાવણ માસના બીજા સોમવારે ગૌરક્ષકો દ્વારા કતલખાને લઈ જવાતા 29 અબોલ જીવને બચાવવામાં આવ્યા મોરબીના વોર્ડ નં 7 માં પ્રાથમિક સમસ્યાઓ ઉકેલવા માટે ચૂંટાયેલા સભ્યે કરી કમિશ્નરને લેખિતમાં રજૂઆત હળવદ તાલુકામાં બિનઅધિકૃત રેતી ખનન: 40 લાખનું એક્ષકેવેટર મશીન સીઝ મોરબી શનાળા રોડ હા.બોર્ડના મકાનમાંથી 75 બોટલ દારૂ પકડાયો
Breaking news
Morbi Today

મોરબી પાલિકામાં બાકી વેરો ન ભરનારા વધુ બે આસામીઓની મિલકત સીલ


SHARE







મોરબી પાલિકામાં બાકી વેરો ન ભરનારા વધુ બે આસામીઓની મિલકત સીલ

મોરબી નગરપાલિકા દ્વારા બાકી વેરને વસૂલ કરવા માટે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે લાખોના બાકી વેરા ન ભરનારા વધુ બે આસામીઓની મિલકત જપ્તી નોટીસ આપવામાં આવ્યા પછી પણ વેરો ભરવામાં આવેલ ન હતો જેથી કરીને વધુ બે આસામીઓની મિલકત સીલ કરવામાં આવી છે 

મોરબી નગરપાલિકાને આ મહિનાના અંત સુધીમાં કરોડો રૂપિયાનો વેરો બાકી છે જે વસૂલ કરવા માટેની કાર્યવાહી કરવામાં આવી રહી છે અને બાકી વેરાને વસુલાત કરવા માટે આસામીઓનું લીસ્ટ પણ તૈયાર કરવામાં આવી છે અને સમયાંતરે જપ્તી નોટિસ અને આખરી નોટિસ પણ આપી દેવામાં આવી છે અને જે આસામીઓનો લખો રૂપિયાનો વેરો બાકી છે તેવા આસામીઓની મિકલતને જપ્ત પણ કરવામાં આવી રહી છે અગાઉ બે આસામીઓની મિલકતોને સીલ કરવામાં આવી હતી ત્યાર બાદ મોરબીના જુના બસ સ્ટેન્ડ પાસ આવેલ દોશી ટાવરના પહેલા માળે આવેલ એમ.એમ. દોશી એન્ડ સન્સ (જૂની સીન્ડીકેટ બેંક) નો ૮ લાખથી વધુનો વેરો બાકી છે તેવી જ રીતે ધરતી ટાવર નીચે આવેલ ડોસાણી અમીન અબ્દુલભાઈની મિલકતનો ૬ લાખથી વધુનો વેરો બાકી છે જેથી કરીને પાલિકાએ આ બંને મિકલતોને સીલ કરી નાખેલ છે અને આ કામગીરી હજુ પણ ચાલુ જ રહેવાની છે




Latest News