મોરબી જિલ્લાના શિવ મંદિરોમાં શિવરાત્રીએ શિવ દર્શન માટે ભક્તો ઉમટ્યા
મોરબીના સિરામિક કારખાનેદારના નુકશાની વળતરના દાવા સામે GSPC એ કરેલ અરજીને કોર્ટે ફગાવી
SHARE
મોરબીના સિરામિક કારખાનેદારના નુકશાની વળતરના દાવા સામે GSPC એ કરેલ અરજીને કોર્ટે ફગાવી
મોરબીમાં હળવદ રોડ ઉપર આવેલ ઉંચી માંડલ ગામે આવેલ સેરોન ગ્રેનાઈટો પ્રા.લી. ના ડાયરેક્ટર દ્વારા નુકશાની વળતર માટે કોર્ટમાં દાવો કરવામાં આવે છે તેની સામે GSPC એ કરેલ "ધી આર્બીટ્રેશન એન્ડ કન્સીલીએશન એકટ-૧૯૯૬" ની કલમ-૮ હેઠળ ની અરજી સિવિલ કોર્ટે ફગાવી દીધેલ છે
મોરબીમાં હળવદ રોડ ઉપર આવેલ ઉંચી માંડલ ગામે આવેલ સેરોન ગ્રેનાઈટો પ્રા.લી. ના ડાયરેક્ટર રવિકુમાર રૂગનાથભાઈ પટેલે મોરબીની સિવિલ કોર્ટમાં ગુજરાત ગેસ લીમીટેડ-મોરબી ઝોનલ ઓફીસ, ગુજરાત ગેસ લીમીટેડ-રજીસ્ટર્ડ ઓફીસ, ગુજરાત ગેસ લીમીટેડ-કોર્પોરેટ ઓફીસ તથા નાયબ ઈજનેર-જેટકો સામે ૩૫,૦૦,૦૦૦ ની નુકશાની મેળવવા દાવો દાખલ કરેલ હતો જે દાવાની હકીકત એવી છે કે આ ચારેય પ્રતિવાદીઓએ વાદી સેરોન ગ્રેનાઈટો પ્રા.લી.ની ફેકટરીના પ્રીમાઈસીઝ પાસે પ્રતિવાદીના મેઇન્ટેનન્સ વિભાગ દ્રારા રીપેરીંગ કામ દરમ્યાન બેદરકારી રાખતા તેમની બેદરકારીના કારણે સેરોન ગ્રેનાઈટો પ્રા.લી. ને ગેસનુ પ્રેસર ઘટી ગયું હતું અને ભઠ્ઠીમાં તાપમાન ઘટી જતા માલને મોટુ નુકશાન થયું હતું જેથી નુકશાન વળતર મેળવવા સ્પે. દિવાની કેશ નં.૩૫/૨૧ થી દાવો દાખલ કરેલ હતો જે દાવામાં પ્રતિવાદી તરફથી એવી અરજી કરવામાં આવેલ કે, આ દાવો કોર્ટમાં ચલાવી ન શકાય અને આ દાવો "ધી આર્બીટ્રેશન એન્ડ કન્સીલીએશન એકટ-૧૯૯૬" ની કલમ-૮ અન્વયે આ દાવો લવાદી કોર્ટમાં ટ્રાન્સફર કરવા અરજી કરેલ હતી જેમાં વાદી તરફથી સખત વાંધાઓ રજુ થતા અને દલીલો રજુ કરવામાં આવી હતી જેથી કોર્ટના સિવિલ જજ ડી.કે.ચંદનાણી સાહેબે પ્રતિવાદીની લવાદી કોર્ટમાં દાવો ટ્રાન્સફર કરવાની અરજી "રદ" કરેલ છે અને નામદાર કોર્ટે વધુમાં એવુ જણાવેલ છે કે વાદીએ આ દાવો ફક્ત ગુજરાત ગેસ લીમીટેડ સામે જ કરેલો નથી પરંતુ વાદીએ આ દાવામાં ગુજરાત ગેસ લીમીટેડ સાથે GETCO ને પણ પ્રતિવાદી પક્ષે જોડેલ છે અને પ્રતિવાદી ગુજરાત ગેસે પોતે જ તેના નોટીશ જવાબમાં વાદીને થયેલ નુકશાની અંગે GETCO જવાબદાર છે તેવું દર્શાવેલ છે તેથી જ વાદીએ બન્ને કહ્યું સામે દાવો કરેલ તેથી આર્બીટ્રેશન એકટની કલમ-૮ ની જોગવાઈ મુજબ ફકત જે કંપની સાથે કરાર થયો હોઈ તે એક જ કંપનીની સામે દાવો દાખલ કરેલ હોય તો જ આ એકટની કલમ-૮ લાગુ પડે જયારે આ દાવામાં બીજી કંપની GETCO પણ પક્ષકાર તરીકે હોઈ GSPC ની તરફથી કરવામાં આવેલ "ધી આર્બીટ્રેશન એન્ડ કન્સીલીએશન એકટ-૧૯૯૬" ની કલમ-૮ મુજબ આ દાવો લવાદ કોર્ટમાં ટ્રાન્સ્કર કરવા કરેલ અરજી નામદાર કોર્ટે રદ કરેલ છે આ દાવાના કામે વાદી પક્ષે કોટક લો ચેમ્બરમાં પ્રેકટીશ કરતા વિદ્રવાન વકીલ હાર્દિક ગોસ્વામી તથા હિરેન ડી. ગોસ્વામી રોકાયેલ હતા









