તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો મોરબીમાં બંધ પડેલા કારખાનામાંથી ગેસના બટલમાં રીફિલિંગનું કૌભાંડ પકડાયું: 2.46 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ભરતનગર પાસે પંચર પડેલી કારમાં હવા ભરતા બે યુવાનોને બલેનો ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત મોરબીના રફાળેશ્વર ગામે ઘરમાં 1.345 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ: માલ આપનારની શોધખોળ મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન
Breaking news
Morbi Today

ટંકારાના હરીપર ગામના યુવાનનો ચકલી-પ્રકૃતિ પ્રેમ


SHARE









ટંકારાના હરીપર ગામના યુવાનનો ચકલી-પ્રકૃતિ પ્રેમ

ટંકારા તાલુકાના હરીપર ગામના ચંદુભાઈ પર્યાવરણ માટે વર્ષોથી પ્રયાસો કરી રહ્યા છે અને આજે તાલુકામાં ૫૦ ટકાના દરે કલમી રોપા ઉપરાંત વિના મૂલ્યે માળા વિતરણ તેઓ કરે છે જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના હરીપર ગામે રહેતા ચંદુભાઈ ભાગિયા કે જેઓ જાનકી સ્ટેશનરી  & ઝેરોક્ષ, જાનકી ડિજિટલ પોઈન્ટ અને જાનકી મિનિ ઓઇલ મિલના માલિક છે. સાથે સજીવ ખેતી કરે છે જેથી પ્રકુતી સાથે અનન્ય લગાવ હોવાથી નવરંગ નેચર ક્લબના આજીવન સભ્ય બન્યા છે ત્યાર બાદ દર વર્ષે પોતાની કમાણીનો થોડો ભાગ પર્યાવરણના કામમાં વાપરે છે,  છેલ્લા સાત વર્ષથી પ્રતી વર્ષ ૧૨,૦૦૦ ચકલીના માળા છપાવી ટંકારા તાલુકાના ૨૩ ગામ, વાંકાનેર તાલુકાના ૧૭ ગામ અને રાજકોટ તાલુકાના ૧૫ ગામમાં વિનામુલ્યે વિતરણ કરી ચૂક્યા છે.  આટલું જ નહીં પરંતુ ફુલ ફળ કલમી રોપા ૫૦ ટકા પોતે ભોગવી ટંકારા વખતો વખત કેમ્પ કરીને લોકોને આપે છે




Latest News