તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો મોરબીમાં બંધ પડેલા કારખાનામાંથી ગેસના બટલમાં રીફિલિંગનું કૌભાંડ પકડાયું: 2.46 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ભરતનગર પાસે પંચર પડેલી કારમાં હવા ભરતા બે યુવાનોને બલેનો ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત મોરબીના રફાળેશ્વર ગામે ઘરમાં 1.345 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ: માલ આપનારની શોધખોળ મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન
Breaking news
Morbi Today

મોરબીના રાજપર ગામેથી યુવાન ગુમ


SHARE









મોરબીના રાજપર ગામેથી યુવાન ગુમ

મોરબીના રાજપર ગામે આવેલ ફાર્મ હાઉસમાંથી ફાર્મનું રખોપુ કરતો યુવાન ગુમ થઈ ગયેલ છે જેથી કરીને તેની પત્નીએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેના પતિ ગુમ થયા અંગેની ગુમસુધા અરજી આપેલ છે જેથી કરીને પોલીસે યુવાનને શોધવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબીના રાજપર ગામે આવેલ ફાર્મ હાઉસમાંથી રહીને ત્યાં રખોપું કરતાં ચીમનભાઈ માધુભાઈ શિયાળ (૪૫) ગત તા ૫ માર્ચથી ગુમ થયા છે. જેથી કરીને તેની પત્નીએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અરજી આપેલ છે જેમાં જણાવ્યુ છે કે, હાલમાં રાજપર ગામે ફાર્મ હાઉસમાં રાઇન રખોપું કરતાં મૂળ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના દેવળીયા ગામના ચીમનભાઈ માધુભાઈ શિયાળ (૪૫) તેની પત્ની સોનલબેન સાથે ત્યાં રહેતા હતા જો કે, ગત તા. ૨૯ફેબ્રુઆરીના રોજ તે તેમની દીકરી સાથે મહુવા લગ્ન પ્રસંગમાં ગયા હતા અને તેમના પતિ દેખભાળ માટે ફાર્મ હાઉસમાં રોકાયા હતા. અને ફાર્મ હાઉસના સંચાલક ફાર્મ હાઉસે ગયા ત્યારે ત્યાં તાળું જોવા મળ્યું હતું અને ચીમનભાઈની શોધખોળ કરી હતી જો કે, તે મળી આવેલ નથી ત્યારબાદ પરિવારજનો દ્વારા તેને શોધવામાં આવ્યા હતા જો કે, ચીમનભાઈ મળી આવેલ નથી જેથી સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા ત્યારે જાણવા મળ્યું હતું કે, ગુમ થનાર ચીમનભાઈ ૫ માર્ચના રોજ સાંજના સાતેક વાગ્યે ફાર્મ હાઉસને તાળું મારીને હાથમાં થેલી લઈને ગયેલ છે જેથી ગુમ થયેલા યુવાનની પત્નીએ આપેલ અરજી આધારે પોલીસે યુવાનને શોધવા માટે તજવીજ શરૂ કરી છે 




Latest News