મોરબીમાં જુદા જુદા ત્રણ વાહનમાંથી દારૂની 9924 બોટલો મળી: દારૂ અને વાહન સહિત 57.43 લાખના મુદ્દામાલ સાથે એક ઝડપાયો, પાંચની શોધખોળ મોરબીના વોર્ડ નં 3 માં ઓબીસી બેઠક ઉપર આયાતી ઉમેદવાર આવશે તો ભાજપ પક્ષને નુકસાન થશે, સ્થાનિક કાર્યકર્તાઓએ કરી શહેર, જિલ્લા અને પ્રદેશમાં રજૂઆત ચૂંટણી સમાચાર: મોરબી જીલ્લામાં પ્રથમ દિવસે 59 ફોર્મ આગેવાનોએ ઉપાડ્યા, ભરાયું એક પણ નહીં મોરબી જીલ્લામાં 13 પીઆઇ ની આંતરિક બદલી મોરબી જીલ્લામાં ચૂંટણીને ધ્યાને રાખીને કાયદો-વ્યવસ્થા, મતદાન મથકો, મિકલતો અને વાહનો માટે જુદાજુદા જાહેરનામા પ્રસિદ્ધ કરાયા મોરબી જીલ્લામાં સર્કિટ હાઉસ કે વિશ્રામગૃહોનો રાજકીય પ્રચાર માટે ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ મોરબી જીલ્લામાં ૨૪ એપ્રિલ સાંજે ૬ વાગ્યે બંધ થશે ચૂંટણી પ્રચાર:  શાંતિપૂર્ણ મતદાન માટે જાહેરનામું મોરબી જીલ્લામાં ચૂંટણી દરમ્યાન પ્રચારમાં ભૂંગળા અને બહારથી આવતા રાજકીય આગેવાનો માટે કલેકટરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું
Breaking news
Morbi Today

મોરબીમાં રોટરી ક્લબ દ્વારા મહિલાઓ માટે આયોજતી સાયકલો ફનનું ધારાસભ્યએ કરાવ્યુ પ્રસ્થાન


SHARE











મોરબીમાં રોટરી ક્લબ દ્વારા મહિલાઓ માટે આયોજતી સાયકલો ફનનું ધારાસભ્યએ કરાવ્યુ પ્રસ્થાન

મોરબીમાં રોટરી ક્લબ દ્વારા ફક્ત મહિલાઓ માટે સાઇકલો ફન ૨૦૨૪ નું આયોજન કરવામાં આવ્યું હતુ અને રવિવારે સવારે શનાળા રોડે આવેલ સ્વામિનારાયણ મંદિરથી લઈને ઉમિયા સર્કલ, સ્વાગત ચોકડી અને બાપસીતરામ ચોક સુધી પાંચ કિલો મીટરની સાઇકલો ફન બહેનને થતાં સર્વાઇકલ કેન્સરની જાગૃતિ માટે રાખવામા આવી હતી જેના માટે બહેનો દ્વારા ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતુ અને આ સાઇકલો ફનમાં મોરબી શહેરમાંથી ૧૫ વર્ષની મોટી ઉપરની ૧૫૦ કરતાં વધારે યુવતીઓ અને મહિલાઓ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો આ સાઇકલો ફનનું પ્રસ્થાન મોરબી માળીયા બેઠકના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારે તેમણે કહ્યું હતું કે, મોરબી સહિત દેશનો વિકાસ થઈ રહ્યો છે ત્યારે બહેનોએ પણ હવે જુદાજુદા ધંધામાં આગળ આવવાની જરૂર છે જેથી કરીને તેમનો અને પરિવારનો વિકાસ થશે આ સાઇકલો ફનમાં ભાગ લેનાર મહિલાઓને સર્ટિફિકેટ તેમજ કીટ આપવામાં આવી હતી અને કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રમુખ સોનલ શાહસ્વાતિ પોરીયાબંસી શેઠ તથા નીલા છનિયારા, તેમજ રોટરી ક્લબના રશેષભાઈ મહેતા, રાજવીરસિંહ સરવૈયા સહિતના સભ્યો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી






Latest News