મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો
Breaking news
Morbi Today

મોરબીના મકનસર, ઘૂટું અને ભડીયાદ પાસે જુગારની ચાર રેડ: ૧૨ જુગારી ઝડપાયા


SHARE









મોરબીના મકનસર, ઘૂટું અને ભડીયાદ પાસે જુગારની ચાર રેડ: ૧૨ જુગારી ઝડપાયા

મોરબી તાલુકા પોલીસ ટીમ દ્વારા જુગારની જુદી જુદી ચાર રેડ મકનસર, ઘૂટું અને ભડીયાદ પાસે કરવામાં આવી હતી અને આ ચાર રેડ દરમિયાન કુલ મળીને ૧૨ જુગારીઓ ઝડપાયા હતા જેની પાસેથી પોલીસે ૮૬૧૦ રૂપિયાની રોકડ કબજે કરી છે અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ નવા મકાનસર ગામે પાણીના ટાંકા પાસે જુગાર રમતા હોવા અંગેની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા શંકરભાઈ ટીકુભાઇ દેગામા (૩૦), રમેશભાઈ ઉર્ફે ડેની બાબુભાઈ દેગામા (૩૨), શૈલેષભાઈ ધીરુભાઈ દેગામા (૩૨) રહે. બધા નવા મકાનસર વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી ૩૨૨૦ ની રોકડ કબજે કરી હતી. આવી જ રીતે મકનસર ગામે જુગારની બીજી રેડ બેંક વાળી શેરીમાં કરવામાં આવી હતી ત્યાં જાહેરમાં જુગાર રમતા બાબુભાઈ જગાભાઈ રાતૈયા (૫૮), જગદીશભાઈ ધીરુભાઈ દેગામા (૩૮) અને ભગવાનજીભાઈ કાનજીભાઈ દેગામા (૬૮) રહે. બધા નવા મકાનસર વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી ૩૬૧૦ રૂપિયાની રોકડ કબજે કરી હતી મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધ્યો હતો

આ ઉપરાંત મોરબી નજીકના ભડીયાદ ગામે રામાપીરના ઢોરે મંદિરની બાજુમાં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત આધારે ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે જુગાર રમતા અનિલભાઈ સોમાભાઈ ઝંઝવાડીયા (૨૭), નાથાલાલ છગનભાઈ સીતાપરા (૨૯), રાહુલભાઈ રમેશભાઈ ઝંઝવાડીયા (૧૯) અને રાજેશભાઈ મનસુખભાઈ બોહકીયા (૩૦) રહે. બધા ભડીયાદ વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે ૧૪૪૦ રૂપિયાની રોકડ તેની પાસેથી કબજે કરી હતી તેમજ મોરબી નજીક ઘૂટું ગામ પાસે આવેલ હરિ ઓમ પાર્ક સોસાયટી સામે નાગબાઈની ડેરી પાછળ જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી આધારે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સંજયભાઈ અવચરભાઈ ઝંઝવાડીયા (૨૧) રહે વીસીપરા મોરબી અને રાહુલભાઈ રાજેશભાઈ દુદકિયા (૧૯) રહે. ત્રાજપર ખારી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી ૩૪૦ ની રોકડ કબજે કરી હતી અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News