મોરબીના વોર્ડ નં 3 માં ઓબીસી બેઠક ઉપર આયાતી ઉમેદવાર આવશે તો ભાજપ પક્ષને નુકસાન થશે, સ્થાનિક કાર્યકર્તાઓએ કરી શહેર, જિલ્લા અને પ્રદેશમાં રજૂઆત ચૂંટણી સમાચાર: મોરબી જીલ્લામાં પ્રથમ દિવસે 59 ફોર્મ આગેવાનોએ ઉપાડ્યા, ભરાયું એક પણ નહીં મોરબી જીલ્લામાં 13 પીઆઇ ની આંતરિક બદલી મોરબી જીલ્લામાં ચૂંટણીને ધ્યાને રાખીને કાયદો-વ્યવસ્થા, મતદાન મથકો, મિકલતો અને વાહનો માટે જુદાજુદા જાહેરનામા પ્રસિદ્ધ કરાયા મોરબી જીલ્લામાં સર્કિટ હાઉસ કે વિશ્રામગૃહોનો રાજકીય પ્રચાર માટે ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ મોરબી જીલ્લામાં ૨૪ એપ્રિલ સાંજે ૬ વાગ્યે બંધ થશે ચૂંટણી પ્રચાર:  શાંતિપૂર્ણ મતદાન માટે જાહેરનામું મોરબી જીલ્લામાં ચૂંટણી દરમ્યાન પ્રચારમાં ભૂંગળા અને બહારથી આવતા રાજકીય આગેવાનો માટે કલેકટરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું મોરબી જીલ્લામાં ભાજપના સ્થાપના દિવસના કાર્યક્રમમાં ટિકિટ માંગનારા પૈકીનાં મોટાભાગના ગેરહાજર !, ટિકિટ ગમે તેને મળે કમળને જીતાડવાનું લક્ષ્ય રાખો: બાબુભાઈ જેબલિયા
Breaking news
Morbi Today

માળીયા (મી)માં માવતરના ઘરે આવેલ પરિણીતાએ અગમ્ય કારણોસર અંતિમ પગલુ ભર્યું


SHARE











માળીયા (મી)માં માવતરના ઘરે આવેલ પરિણીતાએ અગમ્ય કારણોસર અંતિમ પગલુ ભર્યું

માળીયા મીયાણામાં આવેલ નવા રેલ્વે સ્ટેશન વિસ્તારમાં માવતરના ઘરે આવેલ પરણીતાએ કોઈ કારણોસર રાત્રી દરમિયાન ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને માળિયાની સરકારી હસ્પિટલે લઈને આવ્યા હતા અને તેને જોઈ તપાસીને મૃત જાહેર કરીને આ બનાવ અંગેની માળિયા તાલુકા પોલીસને હોસ્પિટલ મારફતે જાણ કરવામાં આવી હતી જેથી કરીને પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે

બનાવી જાણવા મળતી માહિતી મુજબ માળીયા મીયાણાના નવા રેલવે સ્ટેશન વિસ્તારમાં માવતરના ઘરે આવેલ મુમતાજબેન અસલમભાઈ મોવર (૩૧) રહે. ધાંગધ્રા વાળીએ કોઈ અગમ્ય કારણોસર રાત્રી દરમિયાન ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેના પરિવારજનો તાત્કાલિક માળિયાની સરકારી હોસ્પિટલ ખાતે તેને સવારે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કરી હતી અને ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે માળિયા મીયાણા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે વધુમાં પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે મૃતક મહિલાનો લગ્ન ગાળો ૧૦ માસનો હોવાથી પોલીસે જણાવ્યુ છે અને તેણે કયા કારણોસર આ પગલું ભર્યું છે તે દિશામાં હવે પોલીસ દ્વારા આગળની તપાસ કરવામાં આવશે

મહિલા સારવારમાં

મોરબીના વિસીપરા વિસ્તારમાં હુસેની ચોક પાસે રહેતા મેમુદાબેન અલ્લારખા મકવાણા/ખલીફા (૪૦) નામની મહિલાને ઘરે હાથ પગ ધોવા બાબતે મોટાભાઈ અને ભાભી સાથે બોલાચાલી અને માથાકૂટ હતી ત્યારે  મારામારીમાં ઈજા થતાં મેમુદાબેનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસની જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

માર માર્યો

મોરબીના ભડીયાદ રોડ ઉપર ભડિયાદ કાંટા પાસે રહેતા દિનેશભાઈ જગદીશભાઈ પરમાર (૨૮) નામના યુવાનને મારામારીમાં થતા ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે તેની પત્ની રિધ્ધીબેન મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે આ બનાવની પ્રાથમિક તપાસ જે.જે. ડાંગર દ્વારા કરવામાં આવી હતી અને વધુમાં મળતી વિગત પ્રમાણે યુવાનને તેના મોટાભાઈ અને ભાભી સાથે ઝઘડો થતાં મારામારીમાં ઈજા થવાથી સારવાર માટે હોસ્પિટલને લઈને આવ્યા હતા






Latest News