ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના ત્રાજપરમાં મંદિરની બાજુમાં જાહેરમાં જુગાર રમતા ચાર મહિલા સહિત આઠ જુગારી પકડાયા


SHARE







મોરબીના ત્રાજપરમાં મંદિરની બાજુમાં જાહેરમાં જુગાર રમતા ચાર મહિલા સહિત આઠ જુગારી પકડાયા

મોરબીના ત્રાજપર વિસ્તારમાં ખોડીયાર માતાજીના મંદિરની બાજુમાં જાહેરમાં જુગાર રમતા હતા ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી પોલીસે ચાર મહિલા સહિત કુલ મળીને આઠ જુગારીને પકડ્યા હતા અને તેની પાસેથી  હોવાની બાતમી મળી હતી ૧૨,૩૦૦ ની રોકડ કબજે કરી હતી અને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના ત્રાજપર વિસ્તારમાં ખોડીયાર માતાજીના મંદિરની બાજુમાં જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી તેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા સંજયભાઈ બચુભાઈ ડાભી (૩૭) રહે. નવલખી રોડ સેંટ મેરી સ્કૂલની બાજુમાં મોરબી, કિશોરભાઈ નરસિંહભાઈ બાબરીયા (૫૦) રહે ત્રાજપર, નટુભાઈ વશરામભાઈ વરાણીયા (૬૫) રહે ત્રાજપર, પ્રકાશભાઈ સોમાભાઈ સનુરા (૩૫) રહે ત્રાજપર, જેતિબેન કાબાભાઈ સનુરા (૬૨) રહે ત્રાજપર, વિલાસબેન રાજુભાઈ સનુરા (૩૨) રહે ત્રાજપર, સુનીબેન કાનાભાઈ ખાંભળીયા (૩૬) રહે ટીંબાવાડી મેલડી માતાજી મંદિર પાસે મફતિયાપરામાં મોરબી અને શીતલબેન રામજીભાઈ સનુરા (૨૩) રહે ત્રાજપર વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી ૧૨,૩૦૦ ની રોકડ કબજે કરી હતી અને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

દેશી દારૂ

મોરબી નજીકના લાલપર ગામે પાવર હાઉસની પાછળના ભાગમાં આવેલ કોમેન્ટ સિરામિકના વંડા નજીક મુરઘીની દુકાન પાછળ જાહેરમાં દારૂનું વેચાણ થતું હોવાની હકીકત મળી હતી જેના આધારે એલસીબીલીની ટીમે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી અરવિંદભાઈ ઉર્ફે ભૂરો અજુભાઈ સોમાણી જાતે કોળી રહે. ભડીયાદ રોડ કોલેજ સામે મોરબી વાળો ૬૦ લીટર દેશી દારૂ સાથે મળી આવતા પોલીસે ૧૨૦૦ ની કિંમતના દારૂનો જથ્થા સાથે તેની ધરપકડ કરી હતી અને આ માલ તેને વેચાણ કરવા માટે થઈને મહિલા બુટલેગર યાસ્મીનબેન ઉર્ફે આરતી સંજયભાઈ અગેચાણીયા રહે. ધરમપુર રોડ લાભનગર સોસાયટી મોરબી વાળીએ આપ્યો હોવાનું સામે આવતા પોલીસે તેની સામે પણ ગુનો નોંધી તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News