હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ રહેલા યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો મોરબીમાં બંધ પડેલા કારખાનામાંથી ગેસના બટલમાં રીફિલિંગનું કૌભાંડ પકડાયું: 2.46 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ભરતનગર પાસે પંચર પડેલી કારમાં હવા ભરતા બે યુવાનોને બલેનો ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત મોરબીના રફાળેશ્વર ગામે ઘરમાં 1.345 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ: માલ આપનારની શોધખોળ મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીના નીચી માંડલ ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાન સારવારમાં


SHARE









મોરબીના નીચી માંડલ ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાન સારવારમાં

મોરબી નજીકના નીચી માંડલ ગામની સીમમાં આવેલ વાડી માં રહીને મજૂરી કામ કરતો યુવાન કોઇ કારણોસાર ઝેરી દવા પી ગયો હતો જેથી કરીને તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવવી નોંધ કરી આગળ રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી હળવદ હાઇવે રોડ ઉપર આવેલ નીચી માંડલ ગામની સીમમાં આવેલ વાડી વિસ્તારમાં રહેતો અને ત્યાં મજૂરી કામ કરતો પ્રવીણ કેશાભાઈ મહીડા (૨૫) નામનો યુવાન વાડી વિસ્તારમાં હતો ત્યારે કપાસમાં છાંટવાની દવા કોઈ કારણોસર ઝેરી પી ગયો હતો જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને બનાવ અંગેની હોસ્પિટલમાંથી મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી કરીને પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા જસપાલસિંહ જાડેજા ચલાવી રહ્યા છે

મારામારીમાં ઇજા

મોરબીના રવાપર કેનાલ રોડ ઉપર મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં મોસીન મુસાભાઈ (૨૧) નામના યુવાનને ઇજાઓ હતી જેથી સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીમે બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિજન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને બનાવની પ્રાથમિક તપાસ વિપુલભાઈ દ્વારા કરવામાં આવી હતી

અકસ્માતમાં ઇજા

મોરબીના સનાળા રોડ ઉપર આવેલ માર્કેટયાર્ડ ખાતે બોલેરો ગાડીના ચાલકે બે વ્યક્તિઓને હડફેટે લીધા હતા જેથી કરીને જાદવજીભાઈ પોપટભાઈ ઉભડિયા (૬૫) રહે જડેશ્વર કોઠારીયા વાંકાનેર અને કમલસિંગ રઘુવરદયાલ ભીલચંદવા (૪૩) રહે માર્કેટયાર્ડ મોરબી વાળાને ઇજાઓ થઈ હતી જેથી કરીને ઇજાગ્રસ્તોને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તે બંનેને સારવાર આપ્યા બાદ આ બનાવવા અંગેની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને પ્રાથમિક તપાસ વિપુલભાઈ દ્વારા કરવામાં આવી હતી




Latest News