મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબી નજીક થયેલ નિર્મમ હત્યાના ગુનામાં પાંચ આરોપીઓનો નિર્દોષ છુટકારો


SHARE







મોરબી નજીક થયેલ નિર્મમ હત્યાના ગુનામાં પાંચ આરોપીઓનો નિર્દોષ છુટકારો

મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વર્ષ ૨૦૧૯ માં હત્યાની ફરિયાદ નોંધાઈ હતી જે કેસ મોરબીની સેશન્સ કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં આરોપીઓના વકીલે કરેલ દલીલોને ધ્યાને રાખીને કોર્ટે પાંચેય આરોપીઓને નીર્દોષ ઠેરવીને છોડી મૂકવાનો આદેશ કરેલ છે

આ બનાવની ટુંકમાં વિગત એવી છે કે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુના રજી. નં.૪૦/૨૦૧૯ ના કામે તા. ૧૨-૩-૧૯ ના રોજ ફરીયાદી વિજયભાઈ બળવંતભાઈ ચૌહાણ નાઓએ આરોપીઓ ગોરધન ઉર્ફે ગોધીયો સનીયાભાઈ ભુરીયા, દિલીપભાઈ તીતરીયાભાઈ ભીલ, મુકેશભાઈ ધનસિંગ ઉર્ફે તીતરીયા ભીલ, ધૂમજીભાઈ ધનજીભાઈ ઉર્ફે ધમશીયો વાસકલીયા સુમીલીબેન ગોરધન ઉર્ફે ગોધીયો ભુરીયા વિરૂધ્ધ હત્યા સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યુ હતું કે, કે, તા.૧૨-૩-૨૦૧૯ ના કલાક ૧૨/૪૦ વાગ્યા પહેલા કોઈ પણ વખતે તિરૂપતિ સીરામીકની પાછળ ગુણવંતભાઈ કરશનભાઈ જેઠલોજાના ખેતરના કુવામાં આ કામના આરોપીઓએ પોતાનો સમાન ઈરાદો પાર પાડવા અગાઉથી કાવતરુ રચી આ કામના મરણજનારને આરોપી નં. પ નાઓએ મરણજનારને ફોન કરી એકાંત જગ્યાએ બોલાવી તેની સાથે બેસી વાતોચીતો કરતા હોય અને કાવતરા મુજબ આરોપીઓએ આવીને આ કામે મરણ જનારના માથાના ભાગે આરોપી મુકેશભાઈએ પોતાના હાથમાં ધારણ કરેલ હથિયાર હથોડા વતી મારી નાખવાના ઈરાદે એક ઘા મારી ગંભીર ઈજા પહોંચાડી સ્થળ પર હત્યા કરી નાખી હતી અને આરોપીઓએ લઈને આવેલ ગોદડાની જોલી બનાવી તેમાં મરણ જનારને નાખેલ તે જગ્યાએથી લઈ જઈ બનાવ વાળી જગ્યાએ આવેલ કુવા પાસે લઈ જઈ ગોદડુ વીંટી તેના શરીરે પત્થરો બાંધી પીપળી ગામની સીમમાં આવેલ કુવામાં ફેંકી દઈ પુરાવાનો નાશ કરેલ હતો ત્યારબાદ આરોપીઓની પોલીસે અટક કરી હતી અને કોર્ટમાં રજુ કરેલ હતા ત્યારબાદ સેશન્સ કોર્ટમાં કેશ ચાલી જતા જજ વિ.એ. બુધ્ધ સાહેબની કોર્ટમાં કેસ ચાલી ગયો હતો જેમાં આરોપીઓ ગોરધન ઉર્ફે ગોધીયો સનીયાભાઈ ભુરીયા, દિલીપભાઈ તીતરીયાભાઈ ભીલ, મુકેશભાઈ ધનસિંગ ઉર્ફે તીતરીયા ભીલ, ધૂમજીભાઈ ધનજીભાઈ ઉર્ફે ધમશીયો વાસકલીયા, સુમીલીબેન ગોરધન ઉર્ફે ગોધીયો ભુરીયાનાઓ તરફે વકીલ મનીષ પી.ઓઝા (ગોપાલ ઓઝા) તથા કુ.મેનાઝ એ. પરમાર (એડવોકેટ) રોકાયેલા હતા અને બચાવ પક્ષના વકીલની દલીલો માન્ય રાખીને આરોપીઓ ગોરધન ઉર્ફે ગોધીયો સનીયાભાઈ ભુરીયા દિલીપભાઈ તીતરીયાભાઈ ભીલ, મુકેશભાઈ ધનસિંગ ઉર્ફે તીતરીયા ભીલ, ધૂમજીભાઈ ધનજીભાઈ ઉર્ફે ધમશીયો વાસકલીયા, સુમીલીબેન ગોરધન ઉર્ફે ગોધીયો ભુરીયાને સેશન્સ કોર્ટે નીર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ છે.






Latest News