મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

હળવદના ટીકર પાસે રણ વિસ્તારમાં પતિ-પત્નીના ઝઘડામાં માસૂમ બાળકની હત્યા


SHARE







હળવદના ટીકર પાસે રણ વિસ્તારમાં પતિ-પત્નીના ઝઘડામાં માસૂમ બાળકની હત્યા

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ટીકર રણ વિસ્તારમાં પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો હતો ત્યારે  પિતાએ દોઢ વર્ષના બાળકને ભાગી ગયો હતો અને ત્યાર બાદ તેને માસૂમ બાળકનો ઘા કર્યો હતો જેથી કરીને બાળકને ગંભીર ઇજા થયેલ હોવાથી તેનું મોત નીપજયું હતું. જેથી કરીને હળવદ તાલુકા પોલીસે મૃતક બાળકનું પીએમ કરાવીને મૃતક બાળકના પરિવારજનની ફરિયાદ લેવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ટીકર ગામ પાસે આવેલ રણના ઢસી વિસ્તારમાં રહેતા અસગરભાઈ અને તેના પત્ની અમીનાબેન વચ્ચે સોમવારે સવારે કોઈ કારણોસર બોલાચાલી થઈ હતી. અને ત્યાર બાદ અમીનાબેનના હાથમાં રહેલ તેના દોઢ વર્ષના દીકરાને લઈને અસગરભાઈ ત્યાંથી ભાગી ગયા હતા અને ત્યાર બાદ બાવળની જાળી જેવો વિસ્તાર છે ત્યાં બાળકનો ઘા કરતા બાળકને ગંભીર ઇજા થયેલ હતી જેથી કરીને તે બાળકનું મોત નીપજયું હતું આ બનાવની હળવદ પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતક બાળકનું પીએમ કરાવવામાં આવ્યું હતું અને હાલમાં મૃતક બાળકના પરિવારજન પાસેથી હત્યાની ફરિયાદ લેવા માટેની તજવીજ ચાલી રહી છે






Latest News