મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબીમાં યુવાનને મારવા મજબૂર કરવાના ગુનામાં એક આરોપીના આગોતરા જામીન મંજૂર


SHARE







મોરબીમાં યુવાનને મારવા મજબૂર કરવાના ગુનામાં એક આરોપીના આગોતરા જામીન મંજૂર

મોરબીમા યુવાને આત્મહત્યા કરી હતી ત્યાર બાદ તેને મરવાર માટે મજબૂર કરવામાં આવે હોવાની ફરિયાદ નોંધાઈ હતી જે આરોપી પૈકીનાં એક આરોપીના આગોતર જામીન માટે મોરબીની ડીસ્ટ્રીક કોર્ટમાં અરજી કરવામાં આવી હતી જેમાં આરોપીના આગોતરા જામીન મંજુર કરવામાં આવેલ છે

થોડ દિવસો પહેલા મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરીયાદી અનીલ કુંવરજીભાઈ ગોધવીયાએ ફરિયાદ નોંધાવેલ હતી જેમાં જણાવ્યુ હતું કે, તેના ભાઈ રવિભાઈ કુંવરજીભાઈ ગોધવીયા રહે. મોરબી વાળાને ચાર આરોપીઓએ રૂપીયા ઉંચા વ્યાજે આપેલ હતા અને ફરિયાદીના ભાઈએ રૂપિયા આરોપીઓને ચુકવી દિધેલ હોવા છતા ધાક ધમકી આપી પઠાણી ઉઘરાણી કરતાં હતા અને આરોપી સંજય ભરવાડ પાસેથી વેપાર ધંધાના રૂપિયા લેવાના નિકળતા હતા તે રૂપિયા માંગતા સમયસર રૂપિયા નહી આપી માનસીક ત્રાસ આપી હેરાન કરવામાં આવેલ હતો અને ફરીયાદીના ભાઈને મરવા મજબુર કરતા રવિભાઈએ પોતાની જાતે મચ્છુ-3 ડેમમા કુંદકો મારીને આત્મહત્યા કરી હતી જે ફરિયાદ આધારે આઈ.પી.સી.ની કલમ ૩૦૬, ૫૦૬, ૧૧૪ તથા નાણાની ધીરધાર કરનાર અધીનીયમ ની કલમ ૫, ૩(૩૩), ૪૦, ૪૨ મુજબ સાત શખ્સોની સામે ગુનો નોંધવામાં આવેલ છે અને તે પૈકીનાં આરોપી સંજયભાઈ રમેશભાઇ રાતડીયા ઉર્ફે સંજય ભરવાડ દ્રારા ડીસ્ટ્રીક કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી જે અન્વયે આરોપીના વકીલ જયદીપ બી. પાંચોટીયા અને ગીરીશ બી અંબાણીની ધારદાર અને કાયદાકીય રજુઆતને ધ્યાનમાં લઈ આરોપીના આગોતરા જામીન મંજુર કરવામાં આવેલ છે આ કેસમાં આરોપી તરફે વકીલ જયદીપ બી. પાંચોટીયા અને ગીરીશ બી અંબાણી વકીલ તરીકે રોકાયેલ હતા






Latest News