મોરબીમાં આઈટીઆઈ પાસે અકસ્માતોને નિવારવા માટે વિદ્યાર્થીઓએ કર્યો ચક્કાજામ: હવે કરશે કલેકટરને રજૂઆત વાંકાનેર સિટી અને તાલુકામાં દારૂના ગુનામાં નાસતા ફરતા બે આરોપીને ઝડપી લીધા હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ રહેલા યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો મોરબીમાં બંધ પડેલા કારખાનામાંથી ગેસના બટલમાં રીફિલિંગનું કૌભાંડ પકડાયું: 2.46 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ભરતનગર પાસે પંચર પડેલી કારમાં હવા ભરતા બે યુવાનોને બલેનો ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં વિપક્ષનો છેદ ઉડાડવાનો ડીડીઓનો હિનપ્રયાસ: જિલ્લા કોંગ્રેસ પ્રમુખનો આક્રોશ


SHARE









મોરબી જિલ્લામાં વિપક્ષનો છેદ ઉડાડવાનો ડીડીઓનો હિનપ્રયાસ: જિલ્લા કોંગ્રેસ પ્રમુખનો આક્રોશ

મોરબી જિલ્લામાં જુદાજુદા સરકારી કાર્યક્રમ કરવામાં આવે છે તે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓના હોદેદારો અને ચૂંટાયેલ પ્રતિનિધિને આમંત્રણ કાર્ડમાં નામ લખીને બોલાવવામાં આવે તે સ્વાભાવિક છે જો કે, રાજકિય પક્ષના હોદેદારોના નામ કાર્ડમાં લખવામાં આવે અને વિપક્ષના નામ ન લખીને વિપક્ષનો છેદ ઉડાડવાનો હિનપ્રયાસ ડીડીઓ દ્વારા કરવામાં આવેલ છે તેવી આક્રોશ મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખે વ્યક્ત કરેલ છે અને જરૂર પડશે તો ઉચ્ચ કક્ષાએ આની રજૂઆત કરવાની ચીમકી ઉચ્ચારી છે

મોરબી જિલ્લા કોંગ્રેસ કિશોરભાઇ ચિખલિયા દ્વારા હાલમાં ડીડીઓને લેખિતમાં રજૂઆત કરવામાં આવેલ છે જેમાં જણાવ્યુ છે કે, મોરબી જિલ્લામાં જે કોઈ વિકાસ કામના ખાતમહુર્ત કે લોકાર્પણ થતા હોય તેમાં જિલ્લા પંચાયતના પ્રમુખ સહિતના પદાધિકારીઓ અને ચૂંટાયેલા સભ્યો હોય તે સ્વાભાવિક છે પરંતુ રાજકીય પક્ષના પ્રમુખ અને મહામંત્રીના પણ આમંત્રણ કાર્ડમાં નામ લખવામાં આવતા હોય તો વિપક્ષના પ્રમુખ અને મહામંત્રીના નામ પણ આમંત્રણ પત્રિકાની અંદર છપાવવા જોઈએ કારણ કે, સરકારનો કોઈ એવો પરિપત્ર નથી કે, સરકારના કાર્યક્રમોમાં માત્ર શાસક પક્ષના પ્રમુખ અને મહામંત્રીના નામ આમંત્રણ લખવાના અને બોલાવવાના. અત્યાર સુધીમાં ઘણી વખત આવી ભૂલો કરવામાં આવેલ છે જો કે, અવનાર સમયમાં આવી ભૂલોનું પુનરાવર્તન જો જિલ્લા પંચાયત હસ્તક થતી કોઈપણ કામગીરીમાં કરવામાં આવશે તો આ અંગે મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા તેને ગંભીરતાથી લઈને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવશે તેવી ચીમકી મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ દ્વારા ઉચ્ચારવામાં આવેલ છે




Latest News