મોરબીના વોર્ડ નં 3 માં ઓબીસી બેઠક ઉપર આયાતી ઉમેદવાર આવશે તો ભાજપ પક્ષને નુકસાન થશે, સ્થાનિક કાર્યકર્તાઓએ કરી શહેર, જિલ્લા અને પ્રદેશમાં રજૂઆત ચૂંટણી સમાચાર: મોરબી જીલ્લામાં પ્રથમ દિવસે 59 ફોર્મ આગેવાનોએ ઉપાડ્યા, ભરાયું એક પણ નહીં મોરબી જીલ્લામાં 13 પીઆઇ ની આંતરિક બદલી મોરબી જીલ્લામાં ચૂંટણીને ધ્યાને રાખીને કાયદો-વ્યવસ્થા, મતદાન મથકો, મિકલતો અને વાહનો માટે જુદાજુદા જાહેરનામા પ્રસિદ્ધ કરાયા મોરબી જીલ્લામાં સર્કિટ હાઉસ કે વિશ્રામગૃહોનો રાજકીય પ્રચાર માટે ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ મોરબી જીલ્લામાં ૨૪ એપ્રિલ સાંજે ૬ વાગ્યે બંધ થશે ચૂંટણી પ્રચાર:  શાંતિપૂર્ણ મતદાન માટે જાહેરનામું મોરબી જીલ્લામાં ચૂંટણી દરમ્યાન પ્રચારમાં ભૂંગળા અને બહારથી આવતા રાજકીય આગેવાનો માટે કલેકટરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું મોરબી જીલ્લામાં ભાજપના સ્થાપના દિવસના કાર્યક્રમમાં ટિકિટ માંગનારા પૈકીનાં મોટાભાગના ગેરહાજર !, ટિકિટ ગમે તેને મળે કમળને જીતાડવાનું લક્ષ્ય રાખો: બાબુભાઈ જેબલિયા
Breaking news
Morbi Today

પાકિસ્તાનમાં સ્થાનિક ધારાસભ્ય જ સલામત ન હોય તો સામાન્ય નાગરિક કેવી રીતે સલામત હોય ?: કાંતિભાઈ અમૃતિયા


SHARE











પાકિસ્તાનમાં સ્થાનિક ધારાસભ્ય જ સલામત ન હોય તો સામાન્ય નાગરિક કેવી રીતે સલામત હોય ?: કાંતિભાઈ અમૃતિયા

મોરબીમાં ઉમા ટાઉનશિપ ખાતે ધારાસભ્યની હાજરીમાં પાકિસ્તાનમાં બધુ જ છોડીને ભારતમાં આવેલ પરિવારના લોકો સાથે કાર્યક્રમ યોજાયો હતો ત્યારે ધારાસભ્યએ તેઓના મો મીઠા કરાવીને તેઓને ભારતના નાગરિક બનવા માટેનો જે કાયદો અમલમાં મૂકવામાં આવ્યો છે તેના માટેની શુભકામનાઓ આપી હતી અને ધારાસભ્યએ કહ્યું હતું કે, જો પાકિસ્તાનમાં ત્યાના ધારાસભ્ય જ સલામત ન હોય તો પછી સામાન્ય નાગરિક કેવી રીતે સલામત હોય તે સૌથી મોટો સવાલ છે

મોરબી જિલ્લામાં અને ગુજરાતનાં જુદાજુદા જીલ્લામાં રહેતા પાકિસ્તાનમાંથી આવેલા પરિવારના લોકોને હવે ભારતનું નાગરિકત્વ મળશે તેના માટે કેન્દ્ર સરકાર દ્વારા સીએએનો કાયદો અમલમાં મૂકવામાં આવેલ છે જેથી કરીને મોરબીમાં ઉમા ટાઉનશિપ ખાતે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના નિવાસ સ્થાને કાર્યક્રમ યોજાયો હતો જેમાં પાકિસ્તાનથી બધુ જ છોડીને ભારતમાં આવેલા પરિવારના લોકો હાજર રહ્યા હતા અને તેઓના મો મીઠા કરાવીને તેઓને ભારતના નાગરિક બનવા માટેનો કાયદો અમલમાં મૂકવામાં આવ્યો તેના માટેની શુભકામના આપવામાં આવી હતી અને ત્યારે પાકિસ્તાનથી મોરબી જીલ્લામાં આવેલા લોકોએ પણ કેન્દ્ર સરકારના નિર્ણયને વધાવીને હર્ષની લાગણી વ્યક્ત કરી હતી

ત્યારે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ કહ્યું હતું કે, પાકિસ્તાનમાં ત્યાના ધારાસભ્ય જો સલામત ન હોય તો પછી સામાન્ય નાગરિક કેવી રીતે સલામત હોય તે સૌથી મોટો સવાલ છે જો કે, દેશના વડાપ્રધાન દેશના પ્રત્યેક નાગરિક અને બીજા દેશમાં જે લોકો લઘુમતિમાં છે તેની ચિંતા કરીને સીએએ નો કાયદો લઈને આવ્યા છે જેનો લાભ ત્રણ દેશમાંથી આવતા લોકોને ભવિષ્યમાં પણ મળશે અત્રે ઉલેખનીય છે કે, પાકિસ્તાનમાં ધંધા, રોજગાર, ધર્મ કે પછી તેઓની બહેન દીકરીઓની સલામતી ન હતી જેથી તે લોકોને તેમની જન્મભૂમી છોડીને મોરબી કે પછી ગુજરાતના જુદાજુદા જિલ્લાઓમાં આવીને રહે છે અને ત્યાં તેઓને સલામતી, શાંતિનો અહેસાસ થાય છે અને અહી સુખ અને શાંતિથી કોઇપણ પ્રકારના ભય વગર ધંધો કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે






Latest News