મોરબીના વોર્ડ નં 3 માં ઓબીસી બેઠક ઉપર આયાતી ઉમેદવાર આવશે તો ભાજપ પક્ષને નુકસાન થશે, સ્થાનિક કાર્યકર્તાઓએ કરી શહેર, જિલ્લા અને પ્રદેશમાં રજૂઆત ચૂંટણી સમાચાર: મોરબી જીલ્લામાં પ્રથમ દિવસે 59 ફોર્મ આગેવાનોએ ઉપાડ્યા, ભરાયું એક પણ નહીં મોરબી જીલ્લામાં 13 પીઆઇ ની આંતરિક બદલી મોરબી જીલ્લામાં ચૂંટણીને ધ્યાને રાખીને કાયદો-વ્યવસ્થા, મતદાન મથકો, મિકલતો અને વાહનો માટે જુદાજુદા જાહેરનામા પ્રસિદ્ધ કરાયા મોરબી જીલ્લામાં સર્કિટ હાઉસ કે વિશ્રામગૃહોનો રાજકીય પ્રચાર માટે ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ મોરબી જીલ્લામાં ૨૪ એપ્રિલ સાંજે ૬ વાગ્યે બંધ થશે ચૂંટણી પ્રચાર:  શાંતિપૂર્ણ મતદાન માટે જાહેરનામું મોરબી જીલ્લામાં ચૂંટણી દરમ્યાન પ્રચારમાં ભૂંગળા અને બહારથી આવતા રાજકીય આગેવાનો માટે કલેકટરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું મોરબી જીલ્લામાં ભાજપના સ્થાપના દિવસના કાર્યક્રમમાં ટિકિટ માંગનારા પૈકીનાં મોટાભાગના ગેરહાજર !, ટિકિટ ગમે તેને મળે કમળને જીતાડવાનું લક્ષ્ય રાખો: બાબુભાઈ જેબલિયા
Breaking news
Morbi Today

મોરબીના વાવડી રોડે ગાયત્રીનગરમાં રહેતો વેપારી યુવાન ગુમ


SHARE











મોરબીના વાવડી રોડે ગાયત્રીનગરમાં રહેતો વેપારી યુવાન ગુમ

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ગાયત્રીનગર શેરી નંબર-૫ માં રહેતો વેપારી યુવાન ઘરે કોઈને કશું કહ્યા વગર ગુમ થઈ ગયેલ છે જેથી કરીને હાલમાં તેની દીકરીએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુમસુધા ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે ગુમ થયેલા યુવાનને શોધવા માટે તપાસ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ વનાળિયા ગામના રહેવાસી અને હાલમાં મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ગાયત્રી સોસાયટી શેરી નંબર-૫ માં રહેતા અને દુકાન ધરાવતા વેપારી હરેશભાઈ મગનભાઈ પાડલીયા જાતે પટેલ (૪૫) ગત તા. ૧૧/૩ ના રોજ બપોરે દોઢ વાગ્યાના અરસામાં પોતાના ઘરે કોઈને કશું કહ્યા વગર નીકળી ગયા છે અને તેને શોધવા છતાં કોઈ જગ્યાએથી તેનો પતો લાગે નથી જેથી હાલમાં ગુમ થયેલ યુવાનની દીકરી યોગીબેન હરેશભાઈ પાડલીયા (૨૨) રહે. ગાયત્રીનગર સોસાયટી વાવડી રોડ મોરબી વાડીએ તેના પિતા ગુમ થયા હોવા અંગેની ગુમસુધા ફરિયાદ આપી છે જેથી પોલીસે ગુમ થયેલા યુવાનને શોધવા માટે જુદી જુદી દિશામાં તપાસ શરૂ કરેલ છે

હાર્ટ એટેકથી મોત

હળવદ તાલુકાના શક્તિનગર ગામે નકલંગ ધામ મંદિરની જગ્યામાં સુરેન્દ્રનગર જિલ્લાના સુદામડા ગામના રહેવાસી નિખાલસ ભાઈ અમીરભાઈ સોલંકી (૫૨) નામના આધેડને હાર્ટ એટેકનો હુમલો આવી ગયો હતો જેથી કરીને તેનું મોત નીપજ્યું હતું આ બનાવ અંગેની શિલ્પાબેન હમીરભાઇ સોલંકી (૪૪) રહે સુરેન્દ્રનગર વાળાએ હળવદ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News