મોરબીના વોર્ડ નં 3 માં ઓબીસી બેઠક ઉપર આયાતી ઉમેદવાર આવશે તો ભાજપ પક્ષને નુકસાન થશે, સ્થાનિક કાર્યકર્તાઓએ કરી શહેર, જિલ્લા અને પ્રદેશમાં રજૂઆત ચૂંટણી સમાચાર: મોરબી જીલ્લામાં પ્રથમ દિવસે 59 ફોર્મ આગેવાનોએ ઉપાડ્યા, ભરાયું એક પણ નહીં મોરબી જીલ્લામાં 13 પીઆઇ ની આંતરિક બદલી મોરબી જીલ્લામાં ચૂંટણીને ધ્યાને રાખીને કાયદો-વ્યવસ્થા, મતદાન મથકો, મિકલતો અને વાહનો માટે જુદાજુદા જાહેરનામા પ્રસિદ્ધ કરાયા મોરબી જીલ્લામાં સર્કિટ હાઉસ કે વિશ્રામગૃહોનો રાજકીય પ્રચાર માટે ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ મોરબી જીલ્લામાં ૨૪ એપ્રિલ સાંજે ૬ વાગ્યે બંધ થશે ચૂંટણી પ્રચાર:  શાંતિપૂર્ણ મતદાન માટે જાહેરનામું મોરબી જીલ્લામાં ચૂંટણી દરમ્યાન પ્રચારમાં ભૂંગળા અને બહારથી આવતા રાજકીય આગેવાનો માટે કલેકટરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું મોરબી જીલ્લામાં ભાજપના સ્થાપના દિવસના કાર્યક્રમમાં ટિકિટ માંગનારા પૈકીનાં મોટાભાગના ગેરહાજર !, ટિકિટ ગમે તેને મળે કમળને જીતાડવાનું લક્ષ્ય રાખો: બાબુભાઈ જેબલિયા
Breaking news
Morbi Today

ટંકારાને નગરપાલિક આપવાની મુખ્યમંત્રીએ કરી જાહેરાત: સાંસદ-ધારાસભ્યની રજૂઆત ફળી


SHARE











ટંકારાને નગરપાલિક આપવાની મુખ્યમંત્રીએ કરી જાહેરાત: સાંસદ-ધારાસભ્યની રજૂઆત ફળી

મોરબી જીલ્લામાં આવેલ ટંકારાને પાલિકા આપવા માટે સાંસદ અને ધારાસભ્યએ મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી જેને ધ્યાને લઈને હાલમાં મુખ્યમંત્રીએ ટંકારાને નગરપાલિકા આપવાની જાહેરાત કરેલ છે જેથી વર્ષો બાદ હવે ટંકારાનો વિકાસ સાચી દિશામાં થશે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી

રાજકોટના લોકલાડીલા સાંસદ મોહનભાઇ કુંડારીયા અને ૬૬ ટંકારાના ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયાએ આર્ય સમાજના સ્થાપક અને ક્રાંતિકારી સમાજ સુધારક મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની ૨૦૦ મી જન્મ જયંતિ નિમિત્તે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ટંકારા ખાતે કાર્યક્રમમાં આવ્યા હતા ત્યારે ટંકારાને નગરપાલિકાનો દરજ્જો આપવામાં આવે તેવી રૂબરૂ લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરેલ હતી. આ રજૂઆતો ને ધ્યાને લઈ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા ટંકારા ગ્રામ પંચાયતને નગરપાલિકામાં રૂપાંતરિત કરવા માટે મંજૂરી આપવામાં આવેલ છે આ મંજૂરી મળતા ટંકારા અને તેમાં સમાવિષ્ટ વિસ્તારોને જન સુખાકારી સુવિધાઓ તેમજ ટંકારાના ઉદ્યોગોને વિકાસમાં બળ મળશે. આ તકે રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારીયા તથા ૬૬ ટંકારા ના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કર્યો છે.






Latest News