મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 5 શખ્સો 11,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેરના સબ સ્ટેશનમાંથી રીયકટરની ચોરીના ગુનામાં મોરબી તાલુકા પોલીસે 3 આરોપીને દબોચી લીધા મોરબી નજીક છરીની અણીએ રોકડ-મોબાઈલની લૂંટના ગુનામાં પકડાયેલા 3 આરોપીના રિમાન્ડ મંજૂર  મોરબી શહેર-તાલુકામાં વાહન-ઘરફોડ ચોરી કરતી ગેંગનો વધુ એક સાગરીત પકડાયો: 2 ની શોધખોળ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન ખાતે શિક્ષણ સાથે સંસ્કાર, માનવતા, પ્રકૃતિપ્રેમ અને પ્રતિભાનો અનોખો સંગમ મોરબીની ન્યૂએરા ગ્લોબલ સ્કૂલ ખાતે રાષ્ટ્રીય રમત ગમત દિવસની ઉજવણી કરાઇ હળવદના ચંદ્રગઢ અને રાયસંગપર ગામે જુગારની જુદીજુદી 2 રેડ 13 શખ્સો 1.85 લાખથી વધુના રોકડ સાથે પકડાયા મોરબીમાં ભાજપના હોદેદારને વ્યાજના ચક્રમાં ફસાવીને મારવા માટે મજબૂર કરનારા બે વ્યાજખોરની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં આવેલા ૧૩ પાકિસ્તાનીઓને ભારતનું નાગરિકત્વ સર્ટિફિકેટ ધારાસભ્યના હસ્તે અપાયું


SHARE





મોરબી જીલ્લામાં આવેલા ૧૩ પાકિસ્તાનીઓને ભારતનું નાગરિકત્વ સર્ટિફિકેટ ધારાસભ્યના હસ્તે અપાયું

પાકિસ્તાન દેશમાંથી છેલ્લા વર્ષોમાં ઘણા હિંદુ પરિવારો મોરબી જીલ્લામા આવેલ છે તેઓને ભારતનું નાગરિકત્વ મળે તેના માટે અરજી કરી હતી તેવામાં ભારત દેશમાં સીએએ બિલને લાગુ કરવામાં આવેલ છે તેના બીજા જ દિવસે મોરબી જીલ્લામાં આવેલા ૧૩ પાકિસ્તાનીઓને ભારતનું નાગરિકત્વ સર્ટિફિકેટ આપવામાં આવેલ છે ત્યારે ધારાસભ્ય પણ હાજર રહ્યા હતા

મૂળ પાકિસ્તાનીઓને ભારત દેશમાં રહેવામાં માટેની સગવડ મળે તે માટે દેશમાં સીએએ લાગુ કરવાની કાર્યવાહી છેલ્લા ઘણા વર્ષોથી કરવામાં આવી રહી હતી તેવામાં બે દિવસ પહેલા દેશમાં સીએએ ને લાગુ કરી દેવામાં આવેલ છે અને આજે મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં આવેલ પરિવારોમાંથી ઘણા લોકો ભારતની નાગરિકતા મળે તેના માટે નિયમ મુજબ અરજી કરતાં હોય છે તેવી અરજીઓમાંથી 13 અરજીઓ મંજૂર થઈ ગયેલ હતી જેથી કરીને મૂળ પાકિસ્તાનથી પરિવારના યુવાનો, યુવતીઓ  અને વડીલો પૈકીનાં 13 લોકોને આજે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં ભારતનું નાગરિકત્વ સર્ટિફિકેટ આપવામાં આવેલ છે ત્યારે જિલ્લા કલેકટર કે.બી. ઝવેરી, ભાજપના આગેવાન બચુભા રાણા, મેઘરાજસિંહ ઝાલા, જે.પી. જેસવાણી, સુરેશભાઇ સીરોહિયા, ગિરિરાજસિંહ ઝાલા સહિતના રાજકીય આગેવાનો તેમજ અધિકારીઓ સહિતના હાજર રહ્યા હતા અત્રે ઉલેખનીય છે કે, છેલ્લા વર્ષોમાં પાકિસ્તાની હિંદુ પરિવારો સ્થળાંતર થઈને ભારત દેશના જુદાજુદા રાજ્યોમાં આવીને વસવાટ કરી રહ્યા છે જો મોરબીની વાત કરીએ તો ખેતી કામ તેમજ નાના મોટી દુકાનો કરીને અહી ધંધા રોજગાર મેળવી રહ્યા છે આજની તરીકે ૧૧૦ જેટલા લોકોની અરજી પેન્ડિંગ છે તેનો પણ ચૂંટણી પછી નિકાલ કરીને તે લોકોને પણ ભારતનું નાગરિકત્વ સર્ટિફિકેટ આપવામાં આવશે તેવું ધારાસભ્યએ જણાવ્યુ છે

આ બાબતે જિલ્લા કલેકટર કે.બી. ઝવેરીએ જણાવ્યું હતું કે, પાકિસ્તાનથી મોરબી ખાતે સ્થળાંતરિત થઈ અનેક પરિવારો વસવાટ કરી રહ્યા છે ત્યારે ૧૩ વ્યક્તિઓને હાલ ભારતના નાગરિક તરીકેના પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા છે. આવા સ્થળાંતરિત વ્યક્તિઓની નાગરિકતાની અરજીઓ ઝડપથી મંજૂર થાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઝડપી કામગીરી કરવામાં આવી રહી છે. આવી નાગરિકતાની અરજીઓની પૂરતી ચકાસણી કરી યોગ્ય પ્રક્રિયા હાથ ધરી નાગરિકતા આપવામાં આવી રહી છે. તો ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ જિલ્લા વહીવટી તંત્રને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, ખૂબ ઝડપી કામગીરી કરીને સ્થળાંતરિત થયેલી વ્યક્તિઓને નાગરિકતા આપવામાં આવી રહી છે. આજે ૧૩ લોકો ભારતના કાયમી નાગરિકો બની ગયા છે ત્યારે તેમના ચહેરા પર ખુશી જોઈને ખરેખર આનંદની લાગણી અનુભવું છું.




Latest News