મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન ખાતે શિક્ષણ સાથે સંસ્કાર, માનવતા, પ્રકૃતિપ્રેમ અને પ્રતિભાનો અનોખો સંગમ મોરબીની ન્યૂએરા ગ્લોબલ સ્કૂલ ખાતે રાષ્ટ્રીય રમત ગમત દિવસની ઉજવણી કરાઇ હળવદના ચંદ્રગઢ અને રાયસંગપર ગામે જુગારની જુદીજુદી 2 રેડ 13 શખ્સો 1.85 લાખથી વધુના રોકડ સાથે પકડાયા મોરબીમાં ભાજપના હોદેદારને વ્યાજના ચક્રમાં ફસાવીને મારવા માટે મજબૂર કરનારા બે વ્યાજખોરની ધરપકડ મોરબી વન વિભાગમાં ટેન્ડરની સિક્યુરિટી પેટે બનાવટી એફડી રજૂ કરનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોંધાયો: તપાસ શરૂ હળવદના ઘનશ્યામપુર ગામ નજીકથી 500 લીટર દેશી દારૂનો જથ્થો ભરેલી ઇકો ગાડી સાથે 3 ઝડપાયા: 4 લાખનો મુદ્દામાલ કબજે, 1 ની શોધખોળ મોરબી શહેર, હળવદના રાણેકપર અને માળિયાના જૂના દેવગઢ ગામે જુગારની 4 રેડમાં 22 શખ્સો ઝડપાયા મોરબી મહાપાલિકાએ પાલિકાના સમયમાં બનેલા બિન ઉપયોગી બે શુલભ શોચલાય તોડી પાડ્યા
Breaking news
Morbi Today

મોરબીમાં યુવાનને નિવૃત પીએસઆઈ-યંગ ઇન્ડિયા ગ્રુપના સંચાલકોએ માર માર્યો: હળવી કલમો લગાવતા રોષ


SHARE





મોરબીમાં યુવાનને નિવૃત પીએસઆઈ-યંગ ઇન્ડિયા ગ્રુપના સંચાલકોએ માર માર્યો: હળવી કલમો લગાવતા રોષ

મોરબીમાં મારામારી, જીવણ હુમલા વગેરે જેવી ઘટનાઓ અવારનવાર બનતી હોય છે તેવામાં મોરબીના સનાળા રોડ ઉપર આવેલ નવા બસ સ્ટેશન પાસે અમુલના પાર્લર નજીક મારામારીનો બનાવ બન્યો હતો જેમાં ત્યાં વસ્તુ લેવા માટે ગયેલા યુવાનની હાજરીમાં દરબાર સમાજ વિષે બોલીને અપશબ્દ કહ્યા હતા જેથી કરીને યુવાન પોતે દરબાર હોવાનું જણાવતા તેની સાથે બોલાચાલી કરીને ઝઘડો કર્યો હતો અને ત્યારબાદ તેને માર મારવામાં આવ્યો હતો જેથી ઈજા પામેલ યુવાનને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા અને સારવાર લીધા બાદ તે યુવાને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે હાલમાં નિવૃત્ત પીએસઆઇ સહિત ત્રણ સામે ફરિયાદ નોંધાવેલ છે તેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા ઉર્વરાજસિંહ હકુભા ઝાલા જાતે દરબાર (૨૪) નામના યુવાને મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નિવૃત્ત પીએસઆઇ જેમલભાઈ રબારી, નીતિનભાઈ રબારી અને દેવેનભાઈ રબારી નામના ત્રણની સામે હાલમાં ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે, મોરબી શહેરના શનાળા રોડ ઉપર આવેલ નવા બસ સ્ટેશન ખાતે તે રાત્રિના બેથી ત્રણ વાગ્યાના અરસામાં અમૂલના દૂધ પાર્લરે વસ્તુ લેવા માટે થઈને ગયો હતો દરમિયાન ત્યાં હાજર રહેલ જેમલભાઈ રબારીએ બે ત્રણ દિવસ પહેલા ત્યાં વસ્તુ લેવા માટે આવેલા ત્રણ દરબાર સમાજના લોકોને માર માર્યો હતો તેવું કહીને દરબાર સમાજ વિશે ગાળ બોલી હતી જેથી કરીને ફરિયાદીએ તેને કહ્યું હતું કે હું પણ દરબાર સમાજમાંથી છો, સમાજ વિશે ગાળ ન બોલો જે બાબતનો રોષ રાખીને જેમલભાઈ રબારીએ પહેલાં તેની સાથે બોલાચાલી કરી હતી અને ત્યાર બાદ તેને માર માર્યો હતો ત્યારે દેકારો થતા નીતિનભાઈ રબારી અને દેવેનભાઈ રબારી સહિત આસપાસની દુકાન ધરાવતા લોકો ત્યાં આવી ગયા હતા અને ત્યારબાદ તેને જેમલભાઈ નીતિનભાઈ અને દેવેનભાઈ સહિતનાએ તેને માર માર્યો હોવા અંગેની હાલમાં ભોગ બનેલા યુવાને દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

અત્રે ઉલ્લેખની છે કે, મોરબી શહેરના શનાળા રોડ ઉપર આવેલ સ્કાય મોલ પાસે પાર્કિંગના ઝઘડાને લઈને અગાઉ યંગ ઇન્ડિયા ગ્રુપનું નામ ચર્ચામાં આવ્યું હતું ત્યારબાદ મોરબી શહેરના શનાળા રોડ ઉપર કાર ઉપર હુમલો કરવામાં આવ્યો તે ઘટનાને લઈને યંગ ઇન્ડિયા ગ્રુપનું નામ ચર્ચાનો વિષય બન્યું હતું તેવી જ રીતે સ્કાય મોલની બાજુમાં આવેલ શોપિંગ સેન્ટરમાં દુકાન પાસે રાખવામાં આવેલ સીસીટીવી કેમેરા તોડવામાં આવ્યા તે બાબતે લઈને સિક્યુરિટી ગાર્ડ સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જે બાબતને લઈને પણ યંગ ઇન્ડિયા ગ્રુપનું નામ ચર્ચામાં હતું અને હાલમાં મોરબીના શનાળા રોડ ઉપર યુવાનને માર મારવાની ઘટના બની છે જેમાં પણ યંગ ઇન્ડિયા ગ્રુપના દેવેનભાઈ રબારી અને નીતિનભાઈ રબારીનું નામ સામે આવ્યું છે જેથી વધુ એક વખત યંગ ઇન્ડિયા ગ્રુપનું નામ ચર્ચામાં આવ્યું છે અને અવારનવાર સારા કામને લઈને મોરબીમાં ચર્ચામાં રહેતા યંગ ઇન્ડિયા ગ્રુપનું નામ છેલ્લા થોડા સમયથી ક્યાંકને ક્યાંક મારામારી અને ઝઘડાઓમાં પણ ઉછળવા લાગ્યું છે જેથી કરીને હાલમાં આ બાબત પ્રબુદ્ધ નાગરિકોમાં ટીકાને પાત્ર બનેલ છે અને હાલમાં જે ફરિયાદ નોંધાયેલ છે તેમાં હળવી કલમો લગાવેલ હોવાથી રાજપૂત સમાજના યુવાનોમાં રોષની લાગણી છે કેમ કે, સમાજના આગેવાનો પોલીસને મળવા માટે ગયા હતા તો પણ પોલીસે નિવૃત પોલીસ અધિકારી સહિતના સામે હોવાથી હળવી કલમો લગાવેલ છે તેવું ભોગ બનેલા યુવાન પાસેથી જાણવા મળેલ છે




Latest News