મોરબીના વોર્ડ નં 3 માં ઓબીસી બેઠક ઉપર આયાતી ઉમેદવાર આવશે તો ભાજપ પક્ષને નુકસાન થશે, સ્થાનિક કાર્યકર્તાઓએ કરી શહેર, જિલ્લા અને પ્રદેશમાં રજૂઆત ચૂંટણી સમાચાર: મોરબી જીલ્લામાં પ્રથમ દિવસે 59 ફોર્મ આગેવાનોએ ઉપાડ્યા, ભરાયું એક પણ નહીં મોરબી જીલ્લામાં 13 પીઆઇ ની આંતરિક બદલી મોરબી જીલ્લામાં ચૂંટણીને ધ્યાને રાખીને કાયદો-વ્યવસ્થા, મતદાન મથકો, મિકલતો અને વાહનો માટે જુદાજુદા જાહેરનામા પ્રસિદ્ધ કરાયા મોરબી જીલ્લામાં સર્કિટ હાઉસ કે વિશ્રામગૃહોનો રાજકીય પ્રચાર માટે ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ મોરબી જીલ્લામાં ૨૪ એપ્રિલ સાંજે ૬ વાગ્યે બંધ થશે ચૂંટણી પ્રચાર:  શાંતિપૂર્ણ મતદાન માટે જાહેરનામું મોરબી જીલ્લામાં ચૂંટણી દરમ્યાન પ્રચારમાં ભૂંગળા અને બહારથી આવતા રાજકીય આગેવાનો માટે કલેકટરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું મોરબી જીલ્લામાં ભાજપના સ્થાપના દિવસના કાર્યક્રમમાં ટિકિટ માંગનારા પૈકીનાં મોટાભાગના ગેરહાજર !, ટિકિટ ગમે તેને મળે કમળને જીતાડવાનું લક્ષ્ય રાખો: બાબુભાઈ જેબલિયા
Breaking news
Morbi Today

ટંકારાના લજાઈ ગામે કારખાનાની ઓરડીમાં મહિલાએ ન કરવાનું કરી નાખ્યું


SHARE











ટંકારાના લજાઈ ગામે કારખાનાની ઓરડીમાં મહિલાએ ન કરવાનું કરી નાખ્યું

ટંકારા તાલુકાના લજાઈ ગામ પાસે આવેલ મારુતિ પોલીમર્સ કારખાનાની ઓરડીમાં રહેતી મહિલાએ કોઈ કારણોસર દોરી વડે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને હોસ્પિટલને લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના લજાઈ ગામ પાસે આવેલ મારુતિ પોલીમર્સ નામના કારખાની ઓરડીમાં રહેતી અને ત્યાં મજૂર કામ કરતી સીતાબેન લોકેશભાઈ ધમાલા જાતે નેપાળી (૩૫) નામની મહિલાએ કારખાનાના લેબર ક્વાર્ટરમાં પોતાની જાતે પતરાની એંગલ સાથે દોરી બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને કારખાનેદાર પંકજભાઈ દયારામભાઈ મસોતએ આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરી હતી અને મૃતક મહિલાના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો ત્યારબાદ આ બનાવ અંગેની ટંકારા તાલુકા પોલીસે નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ અંગેની આગળની તપાસ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનના એસ.બી. સીદીકી ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા

મોરબીમાં નાની બજાર પાસે આવેલ લક્ષ્મીનારાયણ શેરીમાં રહેતા રાજેશ્રીબેન જનકભાઈ પંડ્યા (૭૩) નામના વૃદ્ધા બાઈકમાં બેસીને મોરબીના કન્યા છાત્રાલય રોડ ઉપર આવેલ શ્રીજીનગર પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર અકસ્માતે બાઈક સ્લીપ થયું હતું જેથી ઈજા પામેલા વૃદ્ધાને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે અને વધુ તપાસ વિપુલભાઈ પટેલ કરી રહયા  છે

ઝેરી દવા પીધી

મોરબીના રવાપર ગામ પાસે આવેલ એસપી રોડ ઉપર ઇડન કોલોની પાસે રહેતા કાળીબેન કનુભાઈ ભુરીયા (૪૫) નામની મહિલા કોઈ કારણોસર રાજુભાઈ પટેલની વાડીએ ઝેરી દવા પી ગઈ હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર બાદ આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે અને વધુ તપાસ વિપુલભાઈ પટેલ ચલાવી રહ્યા છે






Latest News