વાંકાનેરમાં પ્રેમજાળમાંથી યુવતીને બહાર લાવી પરિવાર સાથે પુન: મિલન કરાવતી બીપીએસસી વાંકાનેરના ખખાણા ગામે જૂની બોલાચાલીની ખાર રાખીને બે મહિલા ઉપર 4 શખ્સોએ કર્યો ધોકા-પાઇપથી હુમલો મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં ઝેરી સાપ કરડી જતાં યુવાનનું મોત મોરબીના જુના સાદૂળકા ગામ નજીક કારખાના પાસેથી બાઈકની ચોરી મોરબીમાં ઘરેથી દુકાને વસ્તુ લેવા ગયેલ સગીરાનું અપહરણ વાંકાનેરમાં ઉંદર પકડવાની પ્રતિબંધિત ગ્લુ ટ્રેપનું વેચાણ કરતાં વેપારી ઝડપાયો રાજસ્થાનની જેમ ગુજરાત સરકાર ચાર ગણું વળતર નહીં ચૂકવે તો ખેતરમાં થાંભલા ઉભા કરવા નહીં દઈએ: જેતપર ગામેથી ખેડૂતોની ખુલ્લી ચેતવણી મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના નીચી મંડલ પાસે કારખાનામાં ઇલેક્ટ્રીક શોર્ટ લગતા યુવાનનું મોત


SHARE







મોરબીના નીચી મંડલ પાસે કારખાનામાં ઇલેક્ટ્રીક શોર્ટ લગતા યુવાનનું મોત

મોરબી તાલુકાના નીચી મંડલ ગામ પાસે આવેલ સેગા ગ્રેનાઇટો નામના કારખાનામાં રહેતો અને ત્યાં મજૂરી કામ કરતો યુવાન કામગીરી કરી રહ્યો હતો ત્યારે કોઈ કારણસર તેને ઇલેક્ટ્રીક શોર્ટ લાગ્યો હતો જેથી તેનું મોત નીપજ્યું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના નીચી મંડલ ગામ પાસે આવેલ સેગા ગ્રેનાઇટો કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતો મૂળ એમપીના જબલપુર તાલુકાનો રહેવાસી રામકિશોર બલીરામ પરસ્તી જાતે ગોણ (૨૧) નામનો યુવાન કામગીરી કરી રહ્યો હતો દરમિયાન કારખાનામાં તેને ઈલેક્ટ્રીક શોટ લાગ્યો હતો જેથી કરીને તે યુવાનનું ઘટના સ્થળ ઉપર જ મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેનું પોસ્ટમોર્ટમ કરી વિસેરા લેવામાં આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના જે.એમ. જાડેજા ચલાવી રહ્યા છે

મારા મારીમાં ઇજા

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ લાયન્સનગર ખાતે રહેતા કમળાબેન બાબુભાઈ પરમાર (૪૫) નામની મહિલાને મોરબીના નગર દરવાજા પાસે સમ્રાટ જ્વેલર્સ નજીક રોડ ઉપર મારામારીમાં ઈજા થઈ હતી જેથી ઈજા પામેલા મહિલાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળ વધુ તપાસ વિપુલભાઈ પટેલ ચલાવી રહ્યા છે






Latest News