મોરબીના વોર્ડ નં 3 માં ઓબીસી બેઠક ઉપર આયાતી ઉમેદવાર આવશે તો ભાજપ પક્ષને નુકસાન થશે, સ્થાનિક કાર્યકર્તાઓએ કરી શહેર, જિલ્લા અને પ્રદેશમાં રજૂઆત ચૂંટણી સમાચાર: મોરબી જીલ્લામાં પ્રથમ દિવસે 59 ફોર્મ આગેવાનોએ ઉપાડ્યા, ભરાયું એક પણ નહીં મોરબી જીલ્લામાં 13 પીઆઇ ની આંતરિક બદલી મોરબી જીલ્લામાં ચૂંટણીને ધ્યાને રાખીને કાયદો-વ્યવસ્થા, મતદાન મથકો, મિકલતો અને વાહનો માટે જુદાજુદા જાહેરનામા પ્રસિદ્ધ કરાયા મોરબી જીલ્લામાં સર્કિટ હાઉસ કે વિશ્રામગૃહોનો રાજકીય પ્રચાર માટે ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ મોરબી જીલ્લામાં ૨૪ એપ્રિલ સાંજે ૬ વાગ્યે બંધ થશે ચૂંટણી પ્રચાર:  શાંતિપૂર્ણ મતદાન માટે જાહેરનામું મોરબી જીલ્લામાં ચૂંટણી દરમ્યાન પ્રચારમાં ભૂંગળા અને બહારથી આવતા રાજકીય આગેવાનો માટે કલેકટરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું મોરબી જીલ્લામાં ભાજપના સ્થાપના દિવસના કાર્યક્રમમાં ટિકિટ માંગનારા પૈકીનાં મોટાભાગના ગેરહાજર !, ટિકિટ ગમે તેને મળે કમળને જીતાડવાનું લક્ષ્ય રાખો: બાબુભાઈ જેબલિયા
Breaking news
Morbi Today

માળીયા (મી) નજીક ખાણ ખનીજ વિભાગના વિજિલન્સના અધિકારીની ખોટી ઓળખ આપીને રૂપિયા પડાવનારની ધરપકડ


SHARE











માળીયા (મી) નજીક ખાણ ખનીજ વિભાગના વિજિલન્સના અધિકારીની ખોટી ઓળખ આપીને રૂપિયા પડાવનારની ધરપકડ

માળીયા કચ્છ હાઇવે રોડ ઉપર આવેલ સુરજબારી પુલના છેડે પોલીસ ચોકી પાસેથી પસાર થઈ રહેલ ટ્રકને રોકીને સ્વિફ્ટ કારના ચાલકે પોતે ખાણ ખનીજ વિભાગના વિજિલન્સનો અધિકારી હોવાની ખોટી ઓળખ આપી હતી અને ફરિયાદીના ટ્રકને પોલીસ સ્ટેશનને લઈ જવાની ધમકી આપી હતી ત્યારબાદ ફરિયાદી અને સાહેદ પાસેથી ૬૦૦૦ રૂપિયા બળજબરીથી કઢાવી લીધા હતા જેથી ભોગ ભરેલા ટ્રક ડ્રાઇવર દ્વારા હાલમાં માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કાર લઈને આવેલા શખ્સની સામે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે તેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ કચ્છ જિલ્લાના રાપર તાલુકાના લાખાગઢ ગામના રહેવાસી અને ડ્રાઇવિંગનું કામ કરતા રામાભાઇ દેવાભાઈ મુંધવા જાતે ભરવાડ (૩૦)એ હાલમાં માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સ્વિફ્ટ ગાડી નંબર જીજે ૨૪ એક્સ ૫૬૯૮ ના ચાલક હરિશ્ચંદ્રસિંહ બળવંતસિંહ વાઘેલા જાતે દરબાર રહે. ભચાઉ કચ્છ વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, માળિયા કચ્છ હાઇવે રોડ ઉપર આવેલ સુરજબારી પુલના છેડે પોલીસ ચોકી પાસે આરોપી સ્વીફ્ટ કાર લઈને આવેલ હતો અને ત્યાંથી પસાર થતા ફરિયાદીના ટ્રકને રોકીને આરોપી પોતે ખાણ ખનીજ વિભાગના વિજિલન્સ અધિકારી હોવાની ખોટી ઓળખ આપી હતી અને ત્યારબાદ ફરિયાદીના ટ્રકને પોલીસ સ્ટેશનને લઈ જવાની ધમકી આપી હતી અને ફરિયાદી તથા સાહેદ પાસેથી ૬૦૦૦ રૂપિયા બળજબરીથી કઢાવી લીધા હતા જેથી ભોગ બનેલા ટ્રક ડ્રાઇવર દ્વારા હાલમાં નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે આઈપીસી કલમ ૧૭૦, ૩૮૪ મુજબ ગુનો નોંધીને આરોપી હરિશ્ચંદ્રસિંહ બળવંતસિંહ વાઘેલા જાતે દરબાર રહે. ભચાઉ કચ્છ વાળાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News