મોરબી સહિત રાજ્યની નવી મહાપાલિકાઓને ફાયર સ્ટેશન, બાગ બગીચા જેવી સુવિધાઓ ઊભી કરવા માટે વિનામૂલ્યે આપવામાં આવશે સરકારી જમીન મોરબીમાં થયેલ સોની વેપારીની હત્યાના કેસમાં સ્પેશ્યલ પીપી તરીકે વિજયભાઈ જાનીની નિમણૂક કરાઇ મોરબી જિલ્લાના પ્રાથમિક શિક્ષકોએ 4200 ગ્રેડ પે માટે સ્નેહમિલનના કાર્યક્રમમાં કર્યો હૂંકાર મોરબીમાં ભારત વિકાસ પરિષદ શાખા દ્વારા વિદ્યાર્થી આરોગ્ય શિબિર યોજાઇ મોરબીની ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલ ખાતે આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝિયોથેરાપી દ્વારા વાલીઓ માટે જાગૃતિ સેમિનાર યોજાયો મોરબીમાં યોજાયેલી સ્ટેટ ફૂટબોલ ટૂર્નામેન્ટમાં રાજકોટને 10-0 થી હરાવીને જામનગરની ટીમ બની વિજેતા મોરબીના ધરમપુર રોડ ઉપરથી ચોરાઉ બાઇક સાથે આરોપી ઝડપાયો જો ખેડૂતોને પૂરતું વળતર નહીં મળે તો લાલ લાઇટ વાળી ગાડીમાં ફરતા મિનિસ્ટરોને 108 માં ઘાલવાના છે: જેતપર ગામેથી રાકેશભાઈ અમૃતિયાની ચેતવણી
Breaking news
Morbi Today

મોરબી શહેરમાં બે સ્પાના સંચાલકો સામે પોલીસ કાર્યવાહી


SHARE







મોરબી શહેરમાં બે સ્પાના સંચાલકો સામે પોલીસ કાર્યવાહી

મોરબી જિલ્લાના જુદા જુદા વિસ્તારમાં આવેલ સ્પાની અંદર કામ કરતા કર્મચારીઓની વિગત સ્થાનિક પોલીસ સ્ટેશનમાં આપવી તેમજ ત્યાં સીસીટીવી કેમેરા બેકઅપ વાળા રાખવા અંગે જાહેરનામા કલેક્ટર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે તેમ છતાં પણ તેનો ભંગ કરવામાં આવતો હોય છે આવી જ રીતે એસોજીની ટીમ દ્વારા જુદા જુદા બે સ્પામાં તપાસ કરવામાં આવી ત્યારે ત્યાંના કર્મચારીઓની વિગત સ્થાનિક પોલીસ સ્ટેશનમાં આપવામાં ન આવી હતી અને સીસીટીવી કેમેરા પણ બેકઅપ વાળા ન હતા જેથી સ્પાના સંચાલકોની ધરપકડ કરી તેની સામે કલેક્ટરના જાહેરનામાના ભંગ સબબ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ગુના નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

મોરબીના સનાળા રોડ ઉપર આવેલ રામ ચોક પાસે આશાપુરા આર્કેડમાં ત્રીજા માળ ઉપર ક્લાઉડ નાઇન સ્પા આવેલ છે અને તેના સંચાલક દ્વારા સ્પામાં કામ કરતા કર્મચારીઓના બાયોડેટાના ફોર્મ ભરીને પોલીસ સ્ટેશનમાં તેની નોંધ કરાવવામાં આવી ન હતી તેમજ સીસીટીવી કેમેરા જાહેરનામા મુજબ બેકઅપ વાળા ન હતા જેથી કલેકટરના જાહેરનામાનો ભંગ કરવામાં આવ્યો હતો જેથી કરીને એસઓજીની ટીમ દ્વારા સ્પાના સંચાલક કરણભાઈ રાજકમલભાઈ બાનાણી જાતે ખોજા (૨૯) રહે. રવાપર રોડ શક્તિ પ્લોટ શેરી નંબર-૮ સિદ્ધિ વિનાયક એપાર્ટમેંટ બી વિંગ ફલેટ નંબર- ૨૦૩ મોરબી વાળાની ધરપકડ કરી તેની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આવી જ રીતે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં કુબેર ટોકીઝ પાસે આવેલ ધર્મગોલ્ડ કોમ્પલેક્ષમાં બીજા માળે પ્રિન્સેસ સ્પા આવેલ છે અને ત્યાંના સંચાલક દ્વારા ત્યાં કામ કરતા કર્મચારીઓની બાયોડેટા સાથેની વિગત પોલીસ સ્ટેશનમાં નોંધાવી ન હતી અને સીસીટીવી કેમેરા પણ બેકઅપ વાળા ન મૂકીને જાહેરનામાનો ભંગ કર્યો હતો જેથી કરીને પાનના સંચાલક ભાવેશભાઈ સદાશિવભાઈ ખામકર જાતે બ્રાહ્મણ (૨૭) રહે. સીરામીક સીટી જે-૧ ટાવર ફ્લેટ નંબર ૫૦૨ મૂળ રહે છગનલાલની ચાલ એફસીઆઇ ગોડાઉન નજીક સયાજીગંજ વડોદરા વાળાની ધરપકડ કરી તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News