મોરબી સહિત રાજ્યની નવી મહાપાલિકાઓને ફાયર સ્ટેશન, બાગ બગીચા જેવી સુવિધાઓ ઊભી કરવા માટે વિનામૂલ્યે આપવામાં આવશે સરકારી જમીન મોરબીમાં થયેલ સોની વેપારીની હત્યાના કેસમાં સ્પેશ્યલ પીપી તરીકે વિજયભાઈ જાનીની નિમણૂક કરાઇ મોરબી જિલ્લાના પ્રાથમિક શિક્ષકોએ 4200 ગ્રેડ પે માટે સ્નેહમિલનના કાર્યક્રમમાં કર્યો હૂંકાર મોરબીમાં ભારત વિકાસ પરિષદ શાખા દ્વારા વિદ્યાર્થી આરોગ્ય શિબિર યોજાઇ મોરબીની ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલ ખાતે આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝિયોથેરાપી દ્વારા વાલીઓ માટે જાગૃતિ સેમિનાર યોજાયો મોરબીમાં યોજાયેલી સ્ટેટ ફૂટબોલ ટૂર્નામેન્ટમાં રાજકોટને 10-0 થી હરાવીને જામનગરની ટીમ બની વિજેતા મોરબીના ધરમપુર રોડ ઉપરથી ચોરાઉ બાઇક સાથે આરોપી ઝડપાયો જો ખેડૂતોને પૂરતું વળતર નહીં મળે તો લાલ લાઇટ વાળી ગાડીમાં ફરતા મિનિસ્ટરોને 108 માં ઘાલવાના છે: જેતપર ગામેથી રાકેશભાઈ અમૃતિયાની ચેતવણી
Breaking news
Morbi Today

મોરબીમાં કેન્સરનું ઓપરેશન કરાવનાર યુવાનની તબિયત બગડતા સારવાર મળે તે પહેલા જ મોત


SHARE







મોરબીમાં કેન્સરનું ઓપરેશન કરાવનાર યુવાનની તબિયત બગડતા સારવાર મળે તે પહેલા જ મોત

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ લાઈન્સનગરમાં સતનામ એપાર્ટમેન્ટની પાછળના ભાગમાં રહેતા યુવાને કેન્સરનું ઓપરેશન કરાવ્યું હતું અને ત્યારબાદ તેની તબિયત ખરાબ થતા મોરબી સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને ત્યાર બાદ આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતિ મુજબ મોરબીના નવલખી રોડ ઉપર આવેલ લાયન્સનગરમાં સતનામ એપાર્ટમેન્ટની પાછળના ભાગમાં રહેતા મેહુલભાઈ ઈશ્વરલાલ મારુ જાતે લુહાર (૩૯) નામના યુવાનને એકાદ વર્ષથી મોઢાના ભાગે કેન્સરની બીમારી હતી જેના કારણે તેને ઓપરેશન કરાવેલ હતું તથા તેની સારવાર પણ ચાલુ હતી દરમિયાન તા ૧૩/૩ ના રાતે સવા નવ વાગ્યાના અરસામાં તેની તબિયત બગડતા તેને મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને ત્યારબાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

એક બોટલ દારૂ

મોરબી તાલુકાના વાઘપર પીલુડી ગામે સ્મશાન પાસેથી પસાર થયેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવતા પોલીસે ૩૦૦ ની કિંમતની દારૂની બોટલ સાથે વિરેન્દ્રસિંહ તખુભા ઝાલા જાતે દરબાર (૨૭) રહે. વાઘપર તાલુકો મોરબી વાળાની ધરપકડ કરી છે અને તેની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News