મોરબીના વોર્ડ નં 3 માં ઓબીસી બેઠક ઉપર આયાતી ઉમેદવાર આવશે તો ભાજપ પક્ષને નુકસાન થશે, સ્થાનિક કાર્યકર્તાઓએ કરી શહેર, જિલ્લા અને પ્રદેશમાં રજૂઆત ચૂંટણી સમાચાર: મોરબી જીલ્લામાં પ્રથમ દિવસે 59 ફોર્મ આગેવાનોએ ઉપાડ્યા, ભરાયું એક પણ નહીં મોરબી જીલ્લામાં 13 પીઆઇ ની આંતરિક બદલી મોરબી જીલ્લામાં ચૂંટણીને ધ્યાને રાખીને કાયદો-વ્યવસ્થા, મતદાન મથકો, મિકલતો અને વાહનો માટે જુદાજુદા જાહેરનામા પ્રસિદ્ધ કરાયા મોરબી જીલ્લામાં સર્કિટ હાઉસ કે વિશ્રામગૃહોનો રાજકીય પ્રચાર માટે ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ મોરબી જીલ્લામાં ૨૪ એપ્રિલ સાંજે ૬ વાગ્યે બંધ થશે ચૂંટણી પ્રચાર:  શાંતિપૂર્ણ મતદાન માટે જાહેરનામું મોરબી જીલ્લામાં ચૂંટણી દરમ્યાન પ્રચારમાં ભૂંગળા અને બહારથી આવતા રાજકીય આગેવાનો માટે કલેકટરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું મોરબી જીલ્લામાં ભાજપના સ્થાપના દિવસના કાર્યક્રમમાં ટિકિટ માંગનારા પૈકીનાં મોટાભાગના ગેરહાજર !, ટિકિટ ગમે તેને મળે કમળને જીતાડવાનું લક્ષ્ય રાખો: બાબુભાઈ જેબલિયા
Breaking news
Morbi Today

મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા OPS માટે ડીઝીટલ આંદોલન


SHARE











મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા OPS માટે ડીઝીટલ આંદોલન

ગાંધીનગર ખાતે યોજાયેલ મહા પંચાયતમાં સરકારે ખાત્રી આપ્યા બાદ પણ OPS નો ઠરાવ ન થતા કર્મચારીઓ ડીઝીટલ આંદોલનના માર્ગે વળ્યા છે અત્રે ઉલેખનીય છે કે, જેટલા કાર્યક્રમો આઝાદીની લડતમાં સ્વાતંત્ર સેનાનીઓએ આપ્યા હતા એનાથી વધારે બિનશૈક્ષણિક કામગીરી કરી કરીને નિષ્ઠાવાન શિક્ષકો થાકી ગયા છે. આવી જ રીતે કર્મચારીઓના પ્રશ્નોના આંદોલનમાં સન્નિષ્ઠ કાર્યકર્તા પણ કાર્યક્રમોમાં ભાગ લઈ લઈ થાકી ગયો છે. જેમકે માસ સી.એલ, પેન ડાઉનચોક ડાઉન, શટ ડાઉન, ધરણા, આવેદન, ધારાસભ્યઓને આવેદન અને લેખિત રજૂઆત, સાંસદ સભ્યઓને આવેદન અને લેખિત રજૂઆત, પાર્ટી પ્રમુખને આવેદન અને લેખિત રજૂઆત રેલી, મહારેલી, બાઈક રેલી, કાર રેલી, સાયકલ રેલી, દાંડી યાત્રા, ઉપવાસ, પ્રતિક ઉપવાસ, કાળી પટ્ટી ધારણ કરવી, કાળા કપડા પહેરવા, વતનની માટીનું તિલક, પ્રતિમાને સુતરની આંટી પહેરાવી, જાહેર સ્થળોનો સફાઈ વિગેરે તેમજ મહાપંચાયત, ઓનલાઇન કામગીરીનો  બહિષ્કાર સહિતના કાર્યક્રમો આપેલ છે આ બધુ જ કરવા છતાં સરકાર સાંભળતી ન હોય અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે સોસીયલ મીડિયા દ્વારા સેલ્ફી આંદોલન જાહેર કરેલ છે. આ બધી હજારોની સંખ્યામાં સેલ્ફીઓ એકત્ર કરી મુખ્યમંત્રીના કાર્યાલયમાં જમા કરાવવામાં આવશે.






Latest News