મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ મોરબીમાં 16 શ્રાદ્ધ નિમિત્તે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ મોરબીમાં આઈટીઆઈ પાસે અકસ્માતોને નિવારવા માટે વિદ્યાર્થીઓએ કર્યો ચક્કાજામ: હવે કરશે કલેકટરને રજૂઆત વાંકાનેર સિટી અને તાલુકામાં દારૂના ગુનામાં નાસતા ફરતા બે આરોપીને ઝડપી લીધા હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ રહેલા યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં નટરાજ ફાટક પાસે ઝેરી દવા પી ગયેલા યુવાનનું સારવારમાં મોત


SHARE









મોરબીમાં નટરાજ ફાટક પાસે ઝેરી દવા પી ગયેલા યુવાનનું સારવારમાં મોત

મોરબી નજીક ભડીયાદ કાંટા પાસે રહેતો યુવાન નટરાજ ફાટક પાસે હતો ત્યારે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું જેથી કરીને આપઘાતના આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવી જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં ભડિયાદ રોડ ઉપર આવેલ ભડીયાદ કાંટા પાસે રહેતા દેવજીભાઈ કેશુભાઈ સોમાણી (૩૫) નામનો યુવાન મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ નટરાજ ફાટક પાસે હતો ત્યારે ત્યાં કોઈ અગમ્ય કારણોસર તે ઝેરી દવા પી ગયો હતો જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે અને વધુ તપાસ એચ.એમ. મકવાણા ચલાવી રહ્યા છે

મારા મારીમાં ઇજા

મોરબીમાં રેલ્વે સ્ટેશન નજીક માતાજીના મંદિરની પાછળના ભાગમાં મફતિયાપરામાં ઘર પાસે મારામારીનો બનાવ બન્યો હતો અને તેમાં નજમાબેન ઇલ્યાસભાઈ ચૌહાણ (૨૮) નામની યુવતીને ઇજાઓ થઇ હોવાથી ઇજાગ્રસ્તને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી હતી આ બનાવની આગળ તપાસ હરેશભાઈ ચાવડા ચલાવી રહ્યા છે

મારામારીમાં ઇજા

મોરબીમાં સનાળા રોડ ઉપર આવેલ ઉમિયા સર્કલ પાસે રહેતા દિનેશભાઈ માનસિંગ બારીયા (૩૧) ને મોરબીના રવાપર ગામ પાસે આવેલ એસપી રોડ પાસે મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી ઈજા પામેલા હાલતમાં યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ હરેશભાઈ ચાવડા કરી રહ્યા છે




Latest News