મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ મોરબીમાં 16 શ્રાદ્ધ નિમિત્તે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ મોરબીમાં આઈટીઆઈ પાસે અકસ્માતોને નિવારવા માટે વિદ્યાર્થીઓએ કર્યો ચક્કાજામ: હવે કરશે કલેકટરને રજૂઆત વાંકાનેર સિટી અને તાલુકામાં દારૂના ગુનામાં નાસતા ફરતા બે આરોપીને ઝડપી લીધા હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ રહેલા યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો
Breaking news
Morbi Today

માળીયા (મી)ના નાની બરાર ગામે વાડીએ રમતા રમતા ચૂલામાં પડી ગયેલ પાંચ વર્ષની બાળકી રાજકોટ સારવારમાં


SHARE









માળીયા (મી)ના નાની બરાર ગામે વાડીએ રમતા રમતા ચૂલામાં પડી ગયેલ પાંચ વર્ષની બાળકી રાજકોટ સારવારમાં

માળીયા મીયાણા તાલુકાના નાની બરાર ગામે વાડીએ રહીને મજૂરી કામ કરતાં પરિવારની પાંચ વર્ષની બાળકી રમતા રમતા ચૂલામાં પડી જતા દાઝી ગઈ હતી જેથી કરીને તેને સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ સાથે લઈ જવામાં આવેલ છે અને આ બનાવ અંગે હોસ્પિટલ મારફતે સ્થાનિક પોલીસને જાણ કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે

જાણવા મળતી માહિતી મુજબ માળીયા મીયાણા તાલુકાના નાની બરાર ગામે મુન્નાભાઈની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા મુકેશભાઈ અજનારની પાંચ વર્ષની દીકરી પ્રીતિ ત્યાં વાડીએ રમતી હતી ત્યારે રમતા રમતા તે ચૂલામાં પડી ગઈ હતી જેથી પ્રીતિ દાઝી ગઈ હોવાથી તેને સારવાર માટે પ્રથમ મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ આ બાળકીને વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ રાજકોટની સરકારી હોસ્પિટલ મારફતે આ બનાવની સ્થાનિક પોલીસે જાણ કરવા માટેની કવાયત કરવામાં આવેલ છે

બાઈક સ્લીપ

મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ બિલાલી મસ્જીદ પાસે રહેતો તેજા જીવણભાઈ રાવા (૪૨) નામનો યુવાન બાઈક લઈને મોરબી નજીકના ભરતનગર ગામ પાસે નેશનલ હાઇવે રોડ ઉપરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે કોઈ કારણોસર અકસ્માતે તેનું બાઇક રસ્તા ઉપર સ્લીપ થઈ ગયું હતું જેથી આ યુવાનને ઇજા થતાં પ્રથમ સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને પ્રાથમિક સારવાર આપીને તેને વધુ સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવેલ છે અને અકસ્માતના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ એમ.એલ. બારૈયા દ્વારા કરવામાં આવેલ છે

અકસ્માતમાં ઇજા

મોરબીના સનાળા ગામ પાસે આવેલ શક્તિ માતાજીના મંદિર પાસે રહેતા લાખાભાઈ કરણાભાઈ આલ (૪૫) નામનો યુવાન મોરબીના રાજપર રોડ ઉપર ગૌશાળા પાસેથી પસાર થયો હતો ત્યારે કોઈ કારણસર ત્યાં પડી જતા તેને જમણા પગમાં ઇજાઓ થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને બનાવની વધુ તપાસ મનીષભાઈ બારૈયા ચલાવી રહ્યા છે અને યુવાન વહેલી સવારે ૬:૩૦  વાગ્યે દૂધ ભરવા માટે જતો હતો ત્યારે અકસ્માતમાં બનાવમાં ઇજા થતાં સારવાર માટે લઈને આવ્યા છે તેવી વિગતો સામે આવી છે




Latest News