મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીના ચકચારી મારામારી-એટ્રોસીટીના કેસમાં તમામ આરોપીઓનો નિર્દોષ છુટકારો


SHARE









મોરબીના ચકચારી મારામારી-એટ્રોસીટીના કેસમાં તમામ આરોપીઓનો નિર્દોષ છુટકારો

મોરબીના સેસન્સ કોર્ટમાં મોરબીનો ચકચારી મારામારી તથા એટ્રોસીટી કેશ ચાલી ગગયો હતો જેમાં આરોપીઓ ભગવાનજી ઉર્ફે ભગો, દેવાભાઈ ઉર્ફે દેવો રાજુભાઈ મુંજારીયા,મોહીનભાઈ ઈસ્માઈલભાઈ ચાલીયાઓનો નિર્દોષ છુટકારો થયેલ છે

મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને ફરીયાદીએ એવી ફરીયાદ કરેલ કે આ કામના આરોપી ભગવાનજી ઉર્ફે ભગો અને ફરીયાદીના પરીવાર વચ્ચે મોટરસાઈકલ અકસ્માત બાબતે ઝઘડો થયેલ તે બાબાતનો ખાર રાખી આરોપીઓએ ફરીયાદી જે દુકાનમાં કામ કરે છે ત્યાં જઈ ફરીયાદીને દુકાન નીચે બોલાવીને ફરીયાદી નીચે આવતાં ત્રણેય આરોપીઓએ એકસંપ કરી એકબીજાને મદદગારી કરી જાહેરમાં લોકોની હાજરીમાં ભુંડા ગાળો આપી ફરીયાદીને માથામાં, મોઢે તથા હાથમાં આડેધડ હથીયાર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ આરોપીઓએ ફરીયાદીને જ્ઞાતી પ્રત્યે જાહેરમાં અપમાનીત અને હડધુત કરેલ તે બાબતની ફરિયાદ નોંધાયેલ છે જે ગુનામાં તમામ આરોપીઓની ધરપકડ કરેલ હતી.

આ કેસ મોરબીના બીજા એડી. ડિસ્ટ્રી. જજ વી.એ.બુધ્ધ સાહેબની કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં  આરોપીઓ તરફે મોરબી જીલ્લાના સીનીયર એડવોકેટ દીલીપ આર. અગેચાણીયા રોકાયેલા હતા. આ કામે ફરીયાદ પક્ષે ફરીયાદી, અન્ય સાહેદો, પંચો, ડોકટર તથા તપાસ કરનાર અધીકારી વીગેરેની જુબાની લેવામાં આવેલી હતી અને તમામ પુરાવાના અંતે આરોપીના વકીલ દ્વારા  દલીલ કરવામાં આવેલ કે, આ કામે ફરીયાદ પક્ષે ફરીયાદથી વિરુધ્ધનો અને વીપરીત હકીકત જણાવેલ છે. અને ફરીયાદી પક્ષે ફરી ગયેલ સાહેદ જાહેર કરવામાં આવેલ છે. અને આ કામના સરકારી સાહેદોએ તેમના મૌખીક પુરાવામાં ફરીયાદ પક્ષના કેસને કે તેમના નીવેદનને સમર્થન આપેલ નથી. તેમજ સરકારપક્ષ આરોપી સામે કેસ સાબીત કરવામાં તદન નિષ્ફળ રહેલ છે અને કોર્ટમાં દલીલ કરેલ કે, જયા 'સુધી આરોપીઓ સામે સરકાર શંકારહીત કેસ સાબીત ન કરી શકે ત્યાં સુધી આરોપીઓને નિર્દોષ માનવા જોઈએ તેમજ વધુમાં સુપ્રીમ અને હાઈકોર્ટ આપેલ જે ચુકાદા હતા તેના આધારે આરોપીઓ તદ્દન નિર્દોષ છોડી મુકવા જોઈએ તેવી ધારદાર દલીલ કરેલી હતી આ કેસમાં બન્ને પક્ષકારોની તમામ દલીલોને ધ્યાને લઈ બચાવ પક્ષના એડવોકેટ દીલીપ આર. અગેચાણીયાની તમામ દલીલોને માનીને કોર્ટે તમામ આરોપીને નીર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ છે આ કેસમાં આરોપી તરફે મોરબી જીલ્લાના સીનીયર એડવોકેટ દીલીપ અગેચાણીયા, યુવાન એડવોકેટ જીતેન ડી.અગેચાણીયા, જે.ડી. સોલંકી, હીતેશ પરમાર, રવી ચાવડા, કુલદીપ ઝીંઝુવાડીયા અને ક્રિષ્ના જારીયા રોકાયેલ હતા.




Latest News