હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીના ટીંબડી ગામ નજીક બાઇક સવારને અજાણ્યા વાહનના ચાલકે હડફેટે લેતા યુવાનનું મોત


SHARE













મોરબીના ટીંબડી ગામ નજીક બાઇક સવારને અજાણ્યા વાહનના ચાલકે હડફેટે લેતા યુવાનનું મોત

મોરબીના માળિયા હાઇવે ઉપર આવેલા ટીંબડી ગામના પાટીયા પાસેની રવિરાજ ચોકડી નજીક વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં ઇજા પામેલ યુવાનનું ઘટના સ્થળે મોત નીપજયુ હતું.જેથી તેના ડેડબોડીને પીએમ માટે અત્રેની સરકારી હોસ્પિટલએ લાવવામાં આવી હતી.બાદમાં તાલુકા પોલીસમાં જાણ કરવામાં આવતા મૃતકની ઓળખ મેળવવા તજવીજ શરૂ કરવામાં આવી હતી.જેમાં મૂળ મધ્યપ્રદેશના અને હાલ મોરબીના ભરતનગર ગામે વાડી વિસ્તારમાં રહીને ખેત મજૂરીનું કામકાજ કરતા પરપ્રાંતિય યુવાનનું મોત થયુ હોવાનો સામે આવ્યું હતું.

મોરબી તાલુકા પોલીસ સૂત્રોમાંથી આ બાબતે મળતી માહિતી પ્રમાણે માળીયા હાઇવે ઉપર આવેલા ટીંબડી ગામના પાટીયા પાસેની રવિરાજ ચોકડી નજીક વાહન અકસ્માતનો બનાવ ગત તા.૧૫-૩ ના રોજ બન્યો હતો.જેમાં બાઈક લઈને જતા અજાણ્યા આશરે ત્રીસથી પાંત્રીસેક વર્ષના યુવાનને કોઈ અજાણ્યા વાહનના ચાલકે હડફેટે લેતા તે યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.જેથી તેના ડેડબોડીને અત્રેની સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે લાવવામાં આવ્યું હતું.પ્રથમ મૃતકની ઓળખ થયેલી ન હતી.બાદમાં હોસ્પિટલ ખાતેથી મોરબી તાલુકા પોલીસ મથક ખાતે જાણ કરવામાં આવતા મોરબી તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયા તથા સ્ટાફ દ્વારા તપાસ તજવીજ શરૂ કરવામાં આવી હતી અને તપાસ દરમિયાન સામે આવ્યો હતો કે, મૃતકનું નામ માંગીલાલ એકરીયાભાઈ સોલંકી (ઉમર ૪૦) મૂળ રહે.મધ્યપ્રદેશ હાલ રહે.ભરતનગર ગામે કાંતિ પટેલની વાડીએ હોવાનું ખુલ્યું હતું અને તે અહીં મોરબી ખાતે છેલ્લા કેટલાક સમયથી રહીને ખેત મજૂરીનું કામ કરતો હતો અને તેના અકસ્માત મોતના પગલે ત્રણ પુત્રીઓ અને એક પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવી હતી. હાલ તેના મૃતદેહને અંતિમવિધિ માટે વતનમાં લઈ જવામાં આવેલ હોય અંતિમવિધી બાદ તેમના પરિવારજનોના આવ્યા બાદ આ અકસ્માત બાબતે ફરિયાદ નોંધાશે તેમ હાલ તાલુકા પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

આગથી નુકશાની

મોરબીના માળીયા હાઇવે ઉપર આવેલા રવાપર (નદી) ગામ પાસે આવેલા એક્સપર્ટ પાર્ટીકલ બોર્ડ નામના યુનિટની અંદર શોર્ટ સર્કિટના લીધે આગ લાગી હતી.જેના લીધે નુકસાની થવા પામ્યુ હોવા અંગેની નોંધ કારખાનેદાર દ્રારા તાલુકા પોલીસ મથક ખાતે કરવામાં આવી હતી.આ બાબતે તાલુકા પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે, મોરબીના કેનાલ રોડ ઉપર ગંગોત્રી એપાર્ટમેન્ટમાં રહેતા કારખાનેદાર સુરેશભાઈ ભીખાભાઈ સોરિયા (ઉમર ૫૦) દ્વારા પોલીસ સ્ટેશન ખાતે આવીને જાહેરાત કરવામાં આવી હતી કે ગત તા.૧૩-૩ ના સવારે ૮:૩૦ વાગ્યાના અરસામાં તેઓના એક્સપર્ટ પાર્ટીકલ બોર્ડ નામના યુનિટના પ્રેસ વિભાગમાં શોર્ટ સર્કિટ કે અન્ય કોઇ બાબતના લીધે આગ લાગવાની ઘટના બની હતી.જેમાં લેમિનેટ મશીન પાસે શોર્ટ સર્કિટથી આગ લાગતા પ્રેસ મશીન, પ્રેસ વિભાગની અંદર રહેલા પાર્ટીકલ બોર્ડ તથા પાસે પડેલ તૈયાર પાર્ટીકલ બોર્ડ નંગ ૮૫૦ અને પ્રેસ વિભાગની મશીનરીમાં રહેલ થર્મિક ઓઇલ હાઇડ્રોલીક ઓઇલ વિગેરેનું આગમાં નુકસાન થવા પામેલ છે.હાલ તાલુકા પોલીસ દ્વારા ખરેખર આગનો બનાવ કઈ રીતે બન્યો છે..? તે નક્કી કરવા એફએસએલ સહિતની આગળની તજવીજ કરવામાં આવી હોવાનું અને આ કેસની આગળની તપાસ તાલુકા પોલીસ મથકના જનકસિંહ પરમાર ચલાવી રહ્યા હોવાનું પોલીસ સૂત્રએ જણાવ્યું છે.

મારામારીમાં ઇજા થતા સારવારમાં

મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલા ઢુવા ગામ પાસે માટેલ રોડ ઉપર આવેલ સીરામીક કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા પરિવારના પ્રિયંકાબેન સોનુભાઈ સિલાવટ નામની ૨૮ વર્ષીય મહિલાને ત્યાં આવેલ ભોલે હોટલ નજીક મારામારીના બનાવમાં ઇજાઓ પહોંચતા તેણીને સારવાર માટે અત્રેની સિવિલ હોસ્પીટલએ લાવવામાં આવી હતી.મૂળ મધ્યપ્રદેશના અને હાલ મોરબીના માટેલ રોડે આવેલ કારખાનામાં રહીને મજૂરી કામ કરતા પ્રિયંકાબેનને મારામારીમાં ઈજા થઈ હોય મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ પટેલ દ્વારા આ બાબતે પ્રાથમિક તપાસ કરીને આગળની તપાસ માટે વાંકાનેર તાલુકા પોલીસ મથકે જાણ કરવામાં આવી હતી.






Latest News