મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વાંકાનેરના સરતાનપર રોડ પર પ્રોપેન ગેસ લીકેજના સિનેરિયો આધારિત મોક ડ્રીલ યોજાઈ મોરબીના રફાળેશ્વર ગામ પાસે સીરામીક કારખાનામાં બનાવેલ ગોડાઉનમાં રાખવામાં આવેલ નાફેડની મગફળીના જથ્થામાં વિકરાળ આગ, ફાયરની 7 ટીમો સ્થળ ઉપર મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનમાંથી નિલેશ એરવાડીયાને આંદોલન સમિતિએ તાત્કાલિક છૂટા કર્યા મોરબીમાં બાઈક પાર્કમાં બબાલ, યુવક ઉપર છરી-ધોકાથી હુમલો મોરબીમાં યુવતી કહ્યા વગર ગુમ : પોલીસ દ્વારા શોધખોળ શરૂ મોરબીના મહેન્દ્રનગરની યુવતી ગુમ, ટીંબડી નજીકના ફાયરીંગમાં આરોપીની ધરપકડ પોલીસની ધાક કયાં ? : માળીયા મિયાણામાં લગ્ન પ્રસંગે થયેલ બોલાચાલીનું વેર લેવા બાઈક સાથે કાર અથડાવી પાઇપ વડે હુમલો-ભાગવા જતા બંદૂકથી ફાયરિંગ ! માળિયા મિયાણા માટે મોટી ખુશખબર: ભુજ-અમદાવાદ નમો ભારત રેપિડ રેલ ને માળિયા સ્ટેશન પર સ્ટોપેજની સત્તાવાર મંજૂરી
Breaking news
Morbi Today

હળવદમાં વિધિના બહાને વૃદ્ધ સાથે છેતરપિંડી કરનારા બે શખ્સોની ધરપકડ


SHARE









હળવદમાં વિધિના બહાને વૃદ્ધ સાથે છેતરપિંડી કરનારા બે શખ્સોની ધરપકડ

હળવદમાં સરારોડ ઉપર આવેલ આલાપ સોસાયટીમાં રહેતા વૃદ્ધને ઘરમાં નડતર હોવાથી તેને દૂર કરવા વિધિ કરવી પડશે તેવું કહીને તેને વિશ્વાસમાં લઈને તેની પાસેથી ૩૯૨૦૦ રૂપિયા લેવામાં આવ્યા હતા અને તેની સાથે છેતરપિંડી કરવામાં આવેલ હતી જેથી વૃદ્ધ દ્વારા હાલમાં હળવદ તાલુકો પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેની ફરિયાદ આધારે પોલીસે હાલમાં બંને આરોપીને પકડીને આગળની કાર્યવાહી કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ હળવદ શહેરમાં આવેલ આલાપ સોસાયટીમાં બ્લોક નંબર-૩૮ ખાતે રહેતા ઈશ્વરભાઈ મહાદેવભાઇ જસાપરા જાતે પટેલ (૬૪) નામના વૃદ્ધે અજાણ્યા બે શખ્સોની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવેલ હતી જેમાં તેને જણાવ્યું હતું કેઆરોપીઓ તેની પાસે આવ્યા ત્યારે પટેલ હોવાનું તેમણે જણાવ્યું હતું અને તેઓના ઘરમાં નડતર છે તો વિધિ કરાવવાથી નડતર દૂર કરી દેશું તેવું કહીને ફરિયાદીને વિશ્વાસમાં લીધા હતા અને ફરિયાદી પાસેથી વિધિના બહાને રૂપિયા ૩૯૨૦૦ લીધા હતા અને તેની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરેલ છે જેથી ભોગ બનેલા વૃદ્ધ દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આઈપીસી કલમ ૪૦૬૪૨૦ અને ૧૧૪ મુજબ ગુનો નોંધી અજાણ્યા બે શખ્સોને પકડવા માટે તજવીજ શરૂ કરેલ હતી અને આ ગુનામાં જિલ્લા એલસીબીની ટીમે આરોપી દીપકભાઈ નારાયણનાથ ધાંધૂ જાતે ધાંધલ (૩૨) અને રોહિતનાથ ભગવાનનાથ ધાંધૂ જાતે ધાંધલ (૨૮) રહે. બંને શિવનાગર સોસાયટી વિછિયા રોડ જસદણ વાળાની ધરપકડ કરેલ છે અને આ બંને આરોપી પાસેથી ૩૯૨૦૦ રોકડા તેમજ ગુનામાં વપરાયેલ બાઇક સહિત કુલ મળીને ૮૯૨૦૦ નો મુદામાલ કબજે કરેલ છે અને આરોપીઓને હળવદ પોલીસ હવાલે કરેલ છે






Latest News