મોરબીનાં બગથળા ગામે કરિયાણાની દુકાનમાથી તેલ, સીગરેટ, રોકડ મળી ૪૦,૩૫૦ ના મુદામાલની ચોરી
મોરબીના આમરણની સી.એલ.પરીખ હાઈસ્કૂલનો જિલ્લા કક્ષાએ ડંકો
SHARE







મોરબીના આમરણની સી.એલ.પરીખ હાઈસ્કૂલનો જિલ્લા કક્ષાએ ડંકો
મોરબી જિલ્લા કક્ષાનો કલા ઉત્સવ ૨૦૨૧ મોરબી બી.આર.સી. ભવન ખાતે યોજાયો હતો જેમાં જુદીજુદી સ્કૂલના વિદ્યાર્થીઓએ દ્વારા ભાગ લેવામાં આવેલ હતો અને આ સ્પર્ધામાં આમરણની શ્રી સી.એલ.પરીખ હાઈસ્કૂલની ધો. ૧૦ ની બે વિદ્યાર્થિનીઓએ ભાગ લીધો હતો. જેમાં ખીંટ ક્રિષ્ણા જી. એ શાસ્ત્રિય ગાયન માં રાગ દરબારી કાનડા પ્રસ્તુત કર્યો હતો તેમજ પરમાર આરતી આર. એ રાગ માલકૌષ રજુ કર્યો હતો. જે પૈકી ખીંટ ક્રિષ્ણા ઘેલાભાઈને જિલ્લા કક્ષાએ પ્રથમ જાહેર કરવામાં આવેલ છે જેથી સમગ્ર શાળા પરીવાર તરફથી તેને અભિનંદન પાઠવેલ છે
