વાંકાનેરના દેરાળા ગામે ઝેરી દવા પી ગયેલ પરિણીતાનું સારવારમાં મોત મોરબીના રાજપર ગામે શોર્ટ લાગતા બાળકનું મોત મોરબીમાં હાર્ડવેરના 4 વેપારીઓને ત્યાં GST વિભાગની ટિમ દ્વારા સર્ચ ઓપરેશન માળિયા (મી)ના બગસરા ગામ પાસે પવનચક્કીમાંથી 78 હજારના વાયરની ચોરી મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી પિતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો ડાંગર પરિવાર મોરબીના જૂના ઘૂટું રોડે કાર સાથે કાર અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલા બે વ્યક્તિ સારવારમાં વાંકાનેરના પાંચદ્વારકા ગામ પાસે શાળાએથી ઘરે જતી બાળકીને કેરી વાહનના ચાલકે હડફેટે લેતા અકસ્માત વાંકાનેરના સરતાનપર ગામ નજીક ડમ્પર ચાલકે છકડો રીક્ષાને હડફેટે લેતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

લો બોલો, મોરબી જીલ્લામાં દારૂના વેચાણ માટે પણ પગારદાર કર્મચારીને રાખ્યો !


SHARE









લો બોલો, મોરબી જીલ્લામાં દારૂના વેચાણ માટે પણ પગારદાર કર્મચારીને રાખ્યો !

વાંકાનેર તાલુકાનાં હસનપર ગામની સીમમા આવેલ સ્મશાન પાસેથી બાઇક લઈને પસાર થતાં યુવાનને રોકીને પોલીસે ચેક કરતાં તેની પાસેથી ૩૪ લિટર દેશી દારૂ મળી આવ્યો હતો અને જે શખ્સ પાસેથી દારૂનો જથ્થો મળી આવેલ છે તેને દારૂના વેચાણ માટે ૪૦૦ રૂપિયાની મજૂરી ચૂકવવામાં આવતી હોવાની માહિતી સામે આવી છે જેથી કરીને પોલીસે અન્ય બે શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાનાં હસનપર ગામની સીમમા આવેલ સ્મશાન પાસેથી બાઇક લઈને પસાર થતાં યુવાનને રોકીને પોલીસે ચેક કરતાં તેની પાસેથી ૩૪ લિટર દેશી દારૂ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે શંકરભાઇ આશારામભાઇ નાઇક જાતે ભીલ (ઉ.૨૨) રહે. હાલ હસનપર મુળ રાણાસરખુરજ તાલુકો લુડામાલાણી વાળાની બાઇક નંબર જીજે-૦૩-ઇકે-૫૬૨૪ સહિત કુલ ૧૫,૬૮૦ ના મુદામાલ સાથે ધરપકડ કરેલ છે અને તેની પ્રાથમિક પૂછપરછમાં એવિ માહિતી સામે આવી છે કે, માલાભાઇ ભરવાડ નામના શખ્સે તેને દારૂનું વેચાણ કરવાં માટે ૪૦૦ રૂપિયાની મજૂરીએ રાખેલ હતો અને પીન્ટુભાઇ નામના શખ્સે હાલમાં પકડાયેલા શખ્સને દારૂ વેચાણ કરવા માટે આપેલ હતો જેથી પોલીસે આઇપીસી કલમ ૬૫ એઇ, ૯૮(૨), ૮૧ મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે 




Latest News