મોરબી મહાપાલિકાના હદ વિસ્તારમાંથી છેલ્લા મહિનાઓમાં 3,502 પશુ ડબ્બે પુરાયા મોરબીમાં રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે નિઃશુલ્ક હોમિયોપેથીક કેમ્પ યોજાયો મોરબી પાટીદાર એડવોકેટ લીગલ સેલ-જીવાપરના ખેડૂતોની ટ્રેક્ટર રેલી યોજાઇ મોરબીના જેતપર ગામે ખેડૂત આંદોલનના સમર્થનમા આવેલા કલાકાર હકાભા ગઢવીને છાવણીએ આવવાની મનાઈ ! મોરબી જિલ્લામાં જમીન દફતર ખાતાની સેવાઓનું તાલુકા કક્ષાએ વિકેન્દ્રીકરણ: નાગરિકોની સુવિધા માટે નવી ૬ કચેરીઓ કાર્યરત વિદેશ અભ્યાસ લોન બની પથદર્શક: હળવદ તાલુકાનાં મનીષ જાદવનું જર્મનીમાં ભણવાનું સપનું થયું સાકાર નમો સ્વચ્છતા અભિયાનનો મોરબી મનપાના મેયર ઉત્તમ સુરાણી અને ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની હાજરીમાં પ્રારંભ મોરબી જિલ્લામાં સહકાર થી સમૃદ્ધિના સંકલ્પ સાથે એક પેડ મા કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરાયું 
Breaking news
Morbi Today

માળીયા (મી)ના મોટા દહીસરા ગામમાં યુવાનની હત્યાના ગુનામાં ત્રણ આરોપીઓને આજીવન સખત કેદની સજા


SHARE









માળીયા (મી)ના મોટા દહીસરા ગામમાં યુવાનની હત્યાના ગુનામાં ત્રણ આરોપીઓને આજીવન સખત કેની સજા

માળીયા મીયાણા તાલુકાના મોટા દહીસરા ગામે રહેતા યુવાનને ચાર શખ્સો દ્વારા વર્ષ ૨૦૧૬ માં ધોકા વડે માર મારવામાં આવ્યો હતો જેથી ઈજા પામેલ યુવાનને સારવાર માટે મોરબીથી અમદાવાદની સરકારી હોસ્પિટલ સુધી લઈ ગયા હતા જોકે, સારવાર દરમિયાન તેનું મોત થયું હતું જે હત્યાનો કેસ મોરબીની પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં જિલ્લા સરકારી વકીલ અને મદદનીસ સરકારી વકીલ દ્વારા કરવામાં આવેલ દલીલો તેમજ લેખિત અને મૌખિક પુરાવાઓને ધ્યાને લઈને કોર્ટે ત્રણ આરોપીઓને આજીવન સખત કેદની સજા અને પ્રત્યેકને ૧.૦૬ હજારનો દંડ કરવામાં આવેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી જિલ્લાના માળીયા તાલુકાના મોટા દહીસરા ગામના રહેવાસી મૃતક જીવણભાઈ રામજીભાઈ ધંધુકિયા જાતે કોળી (૨૮)એ વર્ષ ૨૦૧૬ માં ચાર શખ્સોની સામે માળિયાની તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મારામારી સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી હતી અને આ બનાવમાં ઈજા પામેલા જીવણભાઈ ધંધુકિયાને સારવાર માટે પ્રથમ મોરબીની આયુષ હોસ્પિટલમાં અને ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદની સરકારી હોસ્પિટલ સુધી લઈ જવામાં આવ્યા હતા અને અમદાવાદ ખાતે સારવાર દરમિયાન તા ૨૫/૬/૧૬ ના રાત્રિના ૧૦:૪૦ વાગ્યાના અરસામાં તેનું મોત નીપજયું હતું જેથી કરીને મારામારીનો આ બનાવ હત્યામાં પલટાયો હતો અને હત્યાનો આ કેસ મોરબીની પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં આજે ચાલી ગયો હતો જેમાં મોરબી જિલ્લાના સરકારી વકીલ વિજયભાઈ સી. જાની તેમજ મદદનીસ સરકારી વકીલ સંજયભાઈ સી. દવે દ્વારા કરવામાં આવેલ દલીલો તેમજ રજૂ કરવામાં આવેલા ૨૬ મૌખિક પુરાવાઓ અને ૩૬ દસ્તાવેજી પુરાવોને ધ્યાનમાં રાખીને કોર્ટ દ્વારા આરોપીઓને સજા ફટકારવામાં આવી છે જો કે, ચાર આરોપીઓ પૈકીના વિનુભાઈ મુળુભાઈ ચાવડા અવસાન થયેલ છે અને બાકીના ત્રણ આરોપી જેમાં જેસંગભાઈ પરબતભાઈ ચાવડા, પ્રવીણભાઈ ઉર્ફે ઠૂઠો બીજલભાઇ હુંબલ અને વાલજીભાઈ લાખાભાઈ મિયાત્રાને કોર્ટે આજીવન સખત કેદની સજા અને પ્રત્યેકને ૧.૦૬ લાખનો દંડ કર્યો છે તેવી માહિતી સરકારી વકીલ પાસેથી જાણવા મળેલ છે






Latest News