માળીયા (મી)ની ઓનેસ્ટ ચેકપોસ્ટ પાસેથી ચોરખાનામાં 96 બોટલ દારૂ ભરેલ સેન્ટ્રો કાર સાથે એક ઝડપાયો, 2.16 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના ભલગામ નજીક હોટલ પાસેથી શંકાસ્પદ હાલતમાં 29,000 લીટર જ્વલંતશીલ પ્રવાહીનો જથ્થો ઝડપાયો, 48.33 લાખના મુદ્દામાલ સાથે પાંચ શખ્સ પકડાયા સરકાર દરમ્યાનગીરી કરીને મોરબીમાં એક જ ભાવે નેચરલ ગેસ આપે તો જ બંધ પડેલા સિરામિકના કારખાના ધમધમશે: પ્રમુખ મનોજભાઇ એરવાડીયા મોરબીના ન્યુ પેલેસમાં આગ લગતા ત્રણ રૂમમાં મૂકવામાં આવેલ એન્ટિક ફર્નિચર સહિતની વસ્તુઓ બળીને ખાખ મોરબીના રફાળેશ્વર નજીકથી ટ્રક પલટી મારી જતાં ઇજા પામેલા ડ્રાઈવરનું મોત: મોરબીમાં ઘર પાસેથી બાઈકની ચોરી માળીયા (મી)ના કાજરડા ગામે ઈંડા-મુરઘીની દુકાન ધરાવતા યુવાન ઉપર 4 શખ્સોએ કર્યો છરી-ધોકા વડે હુમલો મોરબી શહેર-તાલુકામાં બે રેડમાં દારૂની 58 બોટલ ઝડપાઇ ટંકારાના લજાઈ ગામે વાડીએ ઇલેક્ટ્રીકના થાંભલા ચડીને કામ કરતાં આધેડને શોર્ટ લાગતાં મોત નીપજયું
Breaking news
Morbi Today

અમદાવાદના બુટલેગર જીમીત પટેલને મોરબીમાં ગોડાઉન ભાડે આપનારા શખ્સની ધરપકડ


SHARE











અમદાવાદના બુટલેગર જીમીત પટેલને મોરબીમાં ગોડાઉન ભાડે આપનારા શખ્સની ધરપકડ

મોરબી તાલુકાના લાલપર ગામની સીમમાં આવેલ લાલપર ઇન્ડસ્ટ્રીઝ-૫ મા શ્રીરામ ગોડાઉન ધરાવતા શખ્સે તેનું ગોડાઉન સાન્વી ટ્રેડિંગ નામે જ્યાં ત્રણ જિલ્લાના દારૂનો ધંધો કરતાં અમદાવાદના લીસ્ટેડ બુટલેગરને ભાડે આપ્યું હતું અને ગોડાઉન ભાડે આપ્યું તેની કે પછી ત્યાં કામ કરતાં શ્રમિકોની કોઈ માહિતી સ્થાનિક પોલીસ સ્ટેશનમાં આપવામાં આવી ન હતી જેથી કરીને હાલમાં ગોડાઉનના માલિક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાહેરમાં ભંગનો ગુનો નોંધીને પોલીસે તેની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા થોડા દિવસો પહેલા મોરબી નજીકના લાલપર ગામ પાસે આવેલ લાલપર ઇન્ડસ્ટ્રીઝ-૫ માં શ્રીરામ ગોડાઉન ખાતે રેડ કરવામાં આવી હતી ત્યારે અમદાવાદના લીસ્ટેડ બુટલેગર જીમિત પટેલનો ૧.૫૧ કરોડનો દારૂનો જથ્થો ત્યાંથી મળી આવ્યો હતો તેમજ વાહનો સહિત કુલ મળીને પોલીસે ૨.૨૦ કરોડનો મુદામાલ સ્થળ ઉપરથી કબજે કર્યો હતો અને ગોડાઉનના મેનેજર રમેશ પટણી સહિત ૧૦ આરોપીઓને પકડ્યા હતા ત્યાર બાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કુલ મળીને ૨૧ શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેમાં મુખ્ય આરોપી જીમિત પટેલ તથા તેના બે રાજસ્થાની ભાગીદારો સહિતના ૧૧ આરોપીઓને પકડવા માટે થઈને પોલીસ દ્વારા તજવીજ કરવામાં આવી રહી છે તેવામાં જે ગોડાઉનની અંદર આ દારૂનો જથ્થો છેલ્લા પાંચ મહિનાથી ઉતારીને મોરબી, રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લામાં ત્યાંથી કટીંગ કરીને દારૂ સપ્લાય કરવામાં આવતી હતી તે ગોડાઉનના માલિક દ્વારા સાન્વી ટ્રેડિંગ નામે જે ભાડા કરાર કરેલ છે તેની કોઈ માહિતી કે ત્યાં કામ કરતા શ્રમિકોની કોઈ માહિતી સ્થાનિક પોલીસ સ્ટેશનમાં આપી ન હતી જેથી કરીને જિલ્લા કલેકટરના જાહેરનામાનો ભંગ કર્યો હોવાથી ગોડાઉનના માલિક ભવાનીસિંહ વિક્રમસિંહ જાડેજા જાતે દરબાર (૩૩) રહે. આશાપાર્ક સોસાયટી સર્કિટ હાઉસની બાજુમાં માળીયા ફાટકની પાસે સામાકાંઠે મોરબી-૨ મૂળ રહે. ખીડોઇ તા.અંજાર જીલ્લો કચ્છ (ભુજ) ની સામે પણ ગુનો નોંધીને પોલીસે તેની ધરપકડ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News