મોરબીમાં વાહનનો ઓવરટેક કરવા બાબતે ઝઘડો કરીને સોની યુવાનની છરીના ત્રણ ઘા ઝીંકીને હત્યા; આજે સોની બજાર બંધ મોરબીની ઉમિયાનગર સોસાયટીમાં રહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત માળીયા (મી)ના સોનગઢ ગામે વીજપોલ ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત લાલબત્તી સમાન કિસ્સો: ટંકારામાં નવો ફોન લેવાની જીદ કરતી પત્નીને પગાર આવે પછી ફોન લઈ આપવાનું પતિએ કહેતા મહિલાએ ગળાફાંસો ખાઈને કર્યું વાંકાનેર વિસ્તારમાં સૌની યોજનાની તાંત્રિક કામગીરી ઝડપથી કરવા મંત્રીને ધારાસભ્યએ કરી રજૂઆત મોરબીની વિવેકાનંદ કન્યા શાળા ખાતે માતૃભાષા મહોત્સવ ઉજવાયો વાંકાનેરના મેસરીયા ગામે પોલીસ પ્રોટેક્શન સાથે કામ કરવા આવેલ જેટકોને અધિકારીઓને મહેશ રાજકોટીયાએ તતડાવી નાખ્યા મોરબી જીલ્લામાં આમ આદમી પાર્ટી છોડીને મહિલા આગેવાનો કોંગ્રેસમાં જોડાયા
Breaking news
Morbi Today

 ટંકારાની લજાઇ ચોકડી કારખાનાની ઓરડીની પારાપેટ ઉપરથી નીચે પડતાં યુવાનનું મોત


SHARE













 ટંકારાની લજાઇ ચોકડી કારખાનાની ઓરડીની પારાપેટ ઉપરથી નીચે પડતાં યુવાનનું મોત

ટંકારા તાલુકાના લજાઇ પાસે આવેલ ક્રિએટિવ પેપર ટ્યુબ નામના કારખાનાની ઓરડીની પારાપેટ ઉપર યુવાન બેઠો હતો અને ત્યાંથી કોઈ કારણોસર તે નીચે પટકાતા તેને માથાના ભાગે અને શરીરને ગંભીર ઇજા થતા તેને તાત્કાલિક ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યારે ત્યાં ફરજ પરના ડોક્ટર તેને જોઇ તપાસીને મૃત જાહેર કર્યો હતો ત્યારબાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનવાની જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના લજાઈ ગામે ચોકડી પાસે આવેલ ક્રિએટિવ પેપર ટ્યુબ નામના કારખાનાની ઓરડીમાં રહેતો અને ત્યાં મજૂરી કામ કરતો સર્વેશભાઈ વિષ્ણુભાઈ (૨૭) નામનો યુવાન કારખાનાની ઓરડીની પારાપેટ ઉપર બેઠો હતો ત્યારે કોઈ કારણોસર તે ઉપરથી નીચે પટકાતા તેને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો ત્યારબાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા એસ.બી. સીદીકી ચલાવી રહ્યા છે

બાઇક સ્લીપ

મોરબીમાં આદર્શ હોટલ પાસે રહેતા ગીતાબેન ગણપતભાઈ ચાવડા (૪૧) નામના મહિલા બાઇકમાં બેસીને શક્તિ ચેમ્બર પાસે આવેલ આદર્શ હોટલ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે બાઈક સ્લીપ થઈ ગયું હતુ અને અકસ્માત થયો હતો જેમાં ગીતાબેનને ઇજાઓ થઇ હોવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઇ આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરી હતી અને વધુ તપાસ એચ.એમ. મકવાણા ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા

હળવદ બાજુથી ચરાડવા બાજુ ડબલ સવારી બાઇક આવી રહ્યું હતું ત્યારે ચરાડવા નજીક આવેલ સ્વામિનારાયણ ગુરુકુળ પાસે અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા રાઠોડ હાર્દિક નાગરભાઈ (૨૬) અને સંજય શંકરભાઈ રાઠોડ (૨૫) નામના બે યુવાનોને ઇજાઓ થઈ હતી જેથી તે બંનેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી બી ડિવિઝનને પ્રથમ જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી જોકે બનાવો હળવદ તાલુકા પોલીસની હદમાં બનેલ હોવાથી ત્યાં બનાવની જાણ કરવા માટે કવાયત કરવામાં આવેલ છે








Latest News