બિગ અપસેટ: માળીયા (મી) નગરપાલિકાની 24 બેઠકો માટે ભાજપમાંથી કોઈએ સેન્સ ન આપી ! મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની કુલ 255 પૈકી 231 બેઠકો માટે ભાજપમાંથી 1007 આગેવાનો કરી ટિકિટની દાવેદારી અધધધ... મોરબી મહાપાલિકાની 52 બેઠક માટે પાલિકાના માજી સભ્યો, મહિલા સભ્યોના પતિ, સિરામિક એસો.ના પ્રમુખ સહિત 427 દાવેદાર મોરબી મહાપાલિકાની 52 બેઠકો માટે ભાજપના આગેવાનોમાં ભારે ઉત્સાહ: દરેક વોર્ડમાંથી એવરેજ 30 થી 40 આગેવાનોએ કરી ટિકિટની માંગણી મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાના બેસણા સાથે રક્તદાન કેમ્પ યોજાયો મોરબી તાલુકાના એન.ડી.પી.એસ.ના ગુન્હામાં એસ.ઓ.જી.ની ટીમે આરોપીને દબોચ્યો મોરબીના જેતપર ગામે હનુમાનજી મંદિરનું પુનર્નિર્માણ કરાયું, સામાજિક સમરસતાનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો અપમૃત્યુના 4 બનાવ: હળવદ-માળીયા તાલુકામાં પાણીમાં ડૂબી જવાથી બે લોકોના મોત, અરણીટીંબા ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું સારવારમાં મોત: વાંકાનેરમાં ઉલ્ટી બાદ વૃદ્ધનું મોત
Breaking news
Morbi Today

મોરબી સીટી બી ડિવિઝન પોલીસની કામગીરી : મોડી રાત્રિના એકલી સગીરાનું કાઉન્સિલિંગ કરી વિકાસ ગૃહમાં મોકલાઇ


SHARE











મોરબી સીટી બી ડિવિઝન પોલીસની કામગીરી : મોડી રાત્રિના એકલી સગીરાનું કાઉન્સિલિંગ કરી વિકાસ ગૃહમાં મોકલાઇ

મોરબીના સામાકાંઠે આવેલા મહેન્દ્રનગર ગામની ચોકડી પાસે ગત તા.૨૧ ના મોળી રાત્રિના એક આસરે પંદરેક વર્ષની સગીરા એકલી અટુલી મળી આવી હતી અને કોઈ અઘટીત ઘટના ન બને તે માટે આગમચેતીના ભાગરૂપે સ્થાનિક બી ડિવિઝન પોલીસ સ્ટાફ દ્વારા તેણીને પોલીસ સ્ટેશન ખાતે લાવીને પીઆઇની સૂચનાથી ચાઇલ્ડ ઓફિસરને બોલાવીને મહિલા પોલીસ સ્ટાફની હાજરીમાં તેણીની પૂછપરછ અને કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું.જેમા ચોંકાવનારી ઘટના સામે આવતા હાલ આ સગીરાને વિકાસ ગૃહ ખાતે મુકવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

આ બાબતે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકના જગદીશભાઈ ડાંગર તથા સ્ટાફ ગત તા.૨૧-૩ ના મોડી રાત્રિના પેટ્રોલિંગમાં હતા.ત્યારે મોરબીના મહેન્દ્રનગર ગામની ચોકડી પાસે આશરે પંદરેક વર્ષની એક સગીરા એકલી અટુલી જણાતી હતી અને રાત્રીના તેણીની સાથે કોઈ અઘટીત ઘટના ન બને તેના માટે તેણીની પાસે જઈને પોલીસે પૂછપરછ શરૂ કરી હતી.જેમાં વધુ વિગત માટે તે સગીરાને પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવી હતી.જ્યાં પીઆઇ કે.એમ.છાસિયાના માર્ગદર્શન હેઠળ ચાલ્ડ ઓફિસરને બોલાવીને તથા મહિલા પોલીસની હાજરીમાં આ સગીરાની પૂછપરછ કરવામાં આવી હતી.જેમાં સામે આવ્યું હતું કે સગીરાના ઘરે પારિવારિક ઝઘડા હોય અને તેણીની માતા સાથે જ તેણીને અણબનાવ રહેતો હોય અને તે પોતાના ઘરે પરત જવા માંગતી ન હતી માટે હાલ તેણીને મોરબીના સામાકાંઠે શોભેશ્વર રોડ ઉપર આવેલા મહિલા વિકાસ ગૃહ ખાતે મોકલી આપવામાં આવી હતી.

વાહન અકસ્માતના જુદા-જુદા બનાવોમાં બાળક સહિત ત્રણને ઈજા

મોરબીના જુદા-જુદા વિસ્તારોની અંદર થયેલા વાહન અકસ્માતના બનાવોમાં ઇજા પામેલ લોકોને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.મોરબીના સામાકાંઠે માળિયા ફાટક પાસે આવેલા કાંતિનગર વિસ્તારમાં રહેતા અલ્તાફભાઈ વલીમામદભાઈ ભટ્ટી નામનો ૨૧ વર્ષનો યુવાન મોરબીના સામાકાંઠે માળિયા ફાટકે ઓવરબ્રિજ નજીકથી બાઈક લઈને જતો હતો ત્યાં રસ્તામાં તેનું બાઈક સ્લીપ થઈ જવાના બનેલ બનાવમાં તેને ઇજા થતા સારવાર માટે અહીંની સદભાવના હોસ્પિટલએ ખસેડાયો હતો.

જ્યારે હળવદના ગોકુલધામ સોસાયટી વિસ્તારમાં રહેતા રાયચંદભાઈ વીરજીભાઈ માલવાણીયા નામનો યુવાન કુડા-ધાંગધ્રા રોડ ઉપર કેનાલ નજીકથી બાઇક લઈને પસાર થતો હતો ત્યારે રસ્તામાં તેનું બાઈક અકસ્માતગ્રસ્ત થતા તે બાઈક સહિત નીચે પટકાયો હતો જેથી કરીને ઈજા પામતા તેને મોરબીના સામાકાંઠે આવેલ શિવમ હોસ્પિટલે ખસેડાયો હતો જેથી ઉપરોક્ત બંને બનાવો બાબતે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકના જગદીશભાઈ ડાંગર દ્વારા તપાસ કરવામાં આવી હતી.

જ્યારે મોરબી તાલુકાના બગથળા ગામે રહેતા યશ મહેશભાઈ મુંધવા નામના બાર વર્ષના બાળકને પણ વાહન અકસ્માતમાં ઈજા થતાં સારવાર માટે અત્રેની ખાનગી ઓમ ઓર્થોપેડિક હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો.તે બાઈકમાં પાછળના ભાગે બેસીને ગામમાંથી જતો હતો.ત્યારે રસ્તામાં તેઓનું બાઈક સ્લીપ થઈ જવાનો અકસ્માત બનાવ બન્યો હતો જે બનાવમાં યશ મુંધવા નામના બાર વર્ષના બાળકને ઈજા થતાં સારવાર માટે મોરબી લવાયો હતો જે બાબતે જાણ થતા તાલુકા પોલીસ મથકના ફિરોજભાઈ સુમરાએ નોંધ કરીને તપાસ કરી હતી.






Latest News