માળીયા (મી)ની ઓનેસ્ટ ચેકપોસ્ટ પાસેથી ચોરખાનામાં 96 બોટલ દારૂ ભરેલ સેન્ટ્રો કાર સાથે એક ઝડપાયો, 2.16 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના ભલગામ નજીક હોટલ પાસેથી શંકાસ્પદ હાલતમાં 29,000 લીટર જ્વલંતશીલ પ્રવાહીનો જથ્થો ઝડપાયો, 48.33 લાખના મુદ્દામાલ સાથે પાંચ શખ્સ પકડાયા સરકાર દરમ્યાનગીરી કરીને મોરબીમાં એક જ ભાવે નેચરલ ગેસ આપે તો જ બંધ પડેલા સિરામિકના કારખાના ધમધમશે: પ્રમુખ મનોજભાઇ એરવાડીયા મોરબીના ન્યુ પેલેસમાં આગ લગતા ત્રણ રૂમમાં મૂકવામાં આવેલ એન્ટિક ફર્નિચર સહિતની વસ્તુઓ બળીને ખાખ મોરબીના રફાળેશ્વર નજીકથી ટ્રક પલટી મારી જતાં ઇજા પામેલા ડ્રાઈવરનું મોત: મોરબીમાં ઘર પાસેથી બાઈકની ચોરી માળીયા (મી)ના કાજરડા ગામે ઈંડા-મુરઘીની દુકાન ધરાવતા યુવાન ઉપર 4 શખ્સોએ કર્યો છરી-ધોકા વડે હુમલો મોરબી શહેર-તાલુકામાં બે રેડમાં દારૂની 58 બોટલ ઝડપાઇ ટંકારાના લજાઈ ગામે વાડીએ ઇલેક્ટ્રીકના થાંભલા ચડીને કામ કરતાં આધેડને શોર્ટ લાગતાં મોત નીપજયું
Breaking news
Morbi Today

મોરબીના અપહરણ-પોકસોના ગુનામાં આરોપીને નિર્દોષ છોડી મૂકવા કોર્ટનો આદેશ


SHARE











મોરબીના અપહરણ-પોકસોના ગુનામાં આરોપીને નિર્દોષ છોડી મૂકવા કોર્ટનો આદેશ

મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમ અપહરણ અને પોકસોની ફરિયાદ નોંધાયેલ હતી અને આરોપીને પકડવામાં આવ્યો હતો અને આ કેસ મોરબીની કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં પોક્સો કાયદાનો ગુનો પૂરવાર ન થતાં આરોપીને પોક્સો કોર્ટે નિર્દોષ છોડવાનો હુકમ કર્યો છે

આ કેસમાં ફરિયાદ એવી હતી કે, ફરિયાદીની દીકરી સગીર હોવાનું જાણવા છતાં આરોપીએ લગ્ન કરવાની લાલચ આપીને લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઇરાદે તેનું અપહરણ કર્યું હતું જેથી કરીને મોરબી એ ડીવીજન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ હતી અને આરોપી અબ્બાસ નુરમામદભાઈ સામતાણીની ધરપકડ કરવામા આવેલ હતી અને આરોપીએ તેના કેસમાં બચાવ કરવા મોરબી જિલ્લાના એડવોકેટ જે.ડી. સોલંકીને રોકેલ હતા અને આ કેસમાં ફરિયાદીપક્ષના ફરિયાદી, તેમની ભોગ બનનાર દીકરી તથા અન્ય સાહેદોના પુરાવાઓથી ભોગ બનનાર ખરેખર બનાવ સમયે સગીર વયની હતી તેવું પુરવાર કરવામાં નિષ્ફળ ગયેલ હતા તથા ડોક્ટરના પૂરાવામાં  ભોગબનનાર સાથે  કોઈપણ પ્રકારની જોરજબરદસ્તી કે બળજબરીપૂર્વક કોઈ પ્રકારનું દુષ્કર્મ આચરવામાં આવ્યું હોય તેવો લેશમાત્ર પુરાવો રજૂ કરવામાં આવેલ નથી. તથા તપાસ અધિકારી વિગેરેની જુબાની લેવામાં આવેલ અને તમામ પુરાવાઓને અંતે આરોપી પક્ષના વકીલ દ્રારા દલીલ કરી હતી કે, આ કેસમાં ફરિયાદી પક્ષે ફરિયાદથી વિરૂદ્ધ અને વિપરીત હકીકતો જણાવેલ છે. અને આ કામની ભોગબનનાર તથા તેના પરિવાર દ્વારા તેમજ અન્ય સ્વતંત્ર સાહેદોએ તેમના મૌખિક પુરાવામાં ફરિયાદ પક્ષના કેસ કે તેમના નિવેદનને સમર્થન આપ્યું નથી તેમજ આ શિક્ષા પાત્ર ગુનો કરેલ હોવાનું નિઃશંકપણે સાતત્યભર, સબળ, વિશ્વસનીય, માનવાલાયક,આધારભૂત પુરાવોથી પુરવાર કરવામાં ફરિયાદ પક્ષ નિષ્ફળ ગયું હતું આ બાબતે બને પક્ષકારોની તમામ દલીલોને ધ્યાને લઈ બચાવ પક્ષની તમામ દલીલો માની કોર્ટે પોકસોના કાયદાનો ગુનો પુરવાર ન થતો હોય આરોપીને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કરેલ છે






Latest News