મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ-સ્કાય મલ્ટિપ્લેક્સ દ્વારા વડીલો-યુવાનો માટે ગુજરાતી ફિલ્મનો શો યોજાયો હળવદ તાલુકાનાં બ્રાહ્મણી-2 ડેમનો 1 દરવાજો 3 ઇંચ ખોલ્યો મોરબીના વોર્ડ નં 4-6 માં વિઝિબલ કલીનલિનેસ અંતર્ગત સ્થળ નિરીક્ષણ કરતાં ડેપ્યુટી મેયર મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણીમાં સરકાર અને અદાણી વિરુદ્ધ કિન્નરો અને મહિલાઓએ લીધા છાજીયા મોરબી જિલ્લા પંચાયત ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં જિલ્લા-તાલુકાનાં પદાધિકારીઓ-સભ્યોની ક્ષમતા નિર્માણ તાલીમ યોજાઈ મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી ત્રીકમભાઈ છાંગાએ લીધી એલ.ઈ. કોલેજની મુલાકાત મોરબીમાં કલેકટરના અધ્યક્ષ સ્થાને મવડાની વિકાસ યોજના માટે સ્ટેક હોલ્ડર બેઠક યોજાઈ અતિ દુર્લભ પક્ષી ચાતક મોરબીમાં દેખાયું
Breaking news
Morbi Today

વાંકાનેરમાં મારી લચ્છીની લારી સામે ગાડી કેમ રાખી કહીને યુવાને માર માર્યો, કારમાં ધોકો મારીને કર્યું નુકશાન


SHARE







વાંકાનેરમાં મારી લચ્છીની લારી સામે ગાડી કેમ રાખી કહીને યુવાને માર માર્યો, કારમાં ધોકો મારીને કર્યું નુકશાન

વાંકાનેરના પુલ દરવાજા પાસે યુવાને તેની આર્ટિકા ગાડી લઈને મહેમાનને તેડવા માટે ગયો હતો અને ત્યાં લચ્છીની ગાડીની આગળના ભાગમાં તેણે પોતાની ગાડી પાર્ક કરી હતી ત્યારે મારી લચ્છીની લારી સામે તારી ફોરવીલ ગાડી કેમ રાખી છે તેમ કહીને તેની સાથે બોલાચાલી કરવામાં આવી હતી અને તેને ઢીકાપાટુનો માર મારીને લાકડાના ધોકા વડે તેને માર માર્યો હતો તેમજ તેની ગાડીના પાછળના ભાગમાં આવેલ કાચમાં ધોકો મારીને કાચ તોડી નાખવામાં આવ્યો હતો જેથી કરીને ભોગ બનેલા યુવાને હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર શહેરમાં આવેલ આરોગ્યનગર શેરી નં-૫ માં રહેતા જાવેદભાઈ ઇસ્માઈલભાઈ આંબલીયા જાતે પીંજારા મુસલમાન (૨૫) નામના યુવાને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે દિલીપભાઈ ભરવાડ રહે. ભરવાડપરા વાંકાનેર અને દિલીપભાઈ ભરવાડનો ઓળખીતો ઈકો ગાડી વાળો આમ બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યુ છે કે, વાંકાનેરના પુલ દરવાજા ચોક પાસે દિલીપભાઈ ભરવાડની લચ્છીની લારી આવેલ છે ત્યાં સાઈડમાં ફરિયાદીએ પોતાની આર્ટિકા ગાડી નંબર જીજે ૩૬ એજે ૫૦૨૧ ઊભી રાખી હતી અને મહેમાનને તેડવા માટે તેને ગાડી ઊભી રાખી હતી ત્યારે આરોપીએ ત્યાં આવીને તારી ફોરવીલ મારી લારીની સામે કેમ રાખેલ છે તેમ કહેતા ફરીયાદી યુવાને કહ્યું હતું કે હું મહેમાનને તેડવા માટે આવેલ છો અને તારા ધંધામાં મારી ફોરવીલ ગાડી કોઇ અડચણરૂપ થાય તેમ નથી જે તેને સારું નથી લાગતા તેણે ફરિયાદી યુવાનને ઢીકાપાટુનો માર માર્યો હતો અને લાકડાના ધોકા વડે પીઠના ભાગે માર મારી ઇજા કરી હતી અને લચ્છીની લારીવાળાના ઓળખીતા ઈકો ગાડીવાળાએ ત્યાં આવીને eઆર્ટિકા ગાડીના પાછળના કાચમાં ધોકો મારીને કાચ તોડી નાખ્યો હતો અને ગાડીમાં નુકસાની કરી હતી આમ ભોગ બનેલા યુવાન દ્વારા વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે અને આ અંગેની આગળની વધુ તપાસ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. ડી.વી. કાનાણી ચલાવી રહ્યા છે






Latest News