મોરબી વાંકાનેર હાઇવે ઉપર બાપાસીતારામની મઢુલી પાસે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ ક્રોસ કરતાં આધેડનું મોત મોરબીના ઘૂટું ગામે વાસણ માંજવાની ના પાડતા સાસુને પુત્રવધૂએ માર માર્યો, મારી નાખવાની ધમકી મોરબીના અદેપર ગામે ડેમના કાંઠે દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ, 1,37 લાખનો મુદામાલ કબ્જે: વાંકાનેર તાલુકામાં 5 બોટલ દારૂ સાથે એક પકડાય ટંકારા નજીક ગ્રાન્ડ વીરાટા ગાડીના ચાલકે અચાનક વળાંક વાળી લેતા બાઇકને હડફેટે લીધું: ઇજા પામેલ યુવાન સારવારમાં માળીયા (મી)ના માણાબાં પાસે-વાંકાનેરના સરતનપર નજીક કારખાનામાં હાર્ટ એટેકથી એક-એક યુવાનનું મોત વાંકાનેરના સરતાનપર રોડે કારખાનામાં શોટ લાગતાં એક યુવાનનું મોત, એક સારવારમાં વાંકાનેર તાલુકામાં ગેરકાયદે-ઓવરલોડ ખનીજનું પરિવહન કરતાં 4 ડમ્પર ઝડપાયા: 1.10 કરોડનો મુદામાલ કબ્જે મોરબીમાં જુગારમાં ૨૨ લાખ હારેલ યુવાનને વ્યાજચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરવામાં વધુ એક સામે કાર્યવાહી
Breaking news
Morbi Today

મોરબીમાં નારાયણ સેવા સંસ્થા અને હિમસન આર્ટીસ્ટ ફેડરેશન દ્વારા રંગભૂમિના કલાકારોનો સન્માન સમારોહ યોજાશે


SHARE











મોરબીમાં નારાયણ સેવા સંસ્થા અને હિમસન આર્ટીસ્ટ ફેડરેશન દ્વારા રંગભૂમિના કલાકારોનો સન્માન સમારોહ યોજાશે

મોરબીમાં નારાયણ સેવા સંસ્થા ઉદેપુરના સૌજન્ય અને હિમસન આર્ટીસ્ટ ફેડરેશન દ્વારા આયોજીત ભવાઇ કલાકાર અને રંગભૂમિના કલાકારોના સન્માન એવોર્ડ કાર્યક્રમ યોજવામાં આવશે.

મોરબીમાં ધનતેરસ તા.૨ જી નવેમ્બરને મંગળવારના રોજ નારાયણ સેવા સંસ્થા ઉદેપુર (રાજસ્થાન) ના સૌજન્ય અને હિમસન આર્ટીસ્ટ ફેડરેશન દ્વારા મોરબીના ભવાઇ કલાકાર તથા રંગભૂમિના કલાકારોનો એક સન્માન એવોર્ડ સમારંભ યોજાઇ રહ્યો છે. આ કાર્યક્રમમાં મોરબીના અધિકારીઓ-પદાધિકારીઓ તથા ગુજરાતી ફિલ્મના પ્રોડયુસર, ડાયરેકટર, સંગીતકાર સન્માનીત થનાર કલાકારોને શુભેચ્છા પાઠવવા ઉપસ્થીત રહેશે.આ કાર્યક્રમ મોરબીમાં પ્રથમ વખત યોજાઇ રહયો છે જેણે રંગભૂમિ માટે જીંદગીભરની સફર ખેડી છે તેવા સ્વર્ગસ્થ કલાકારોને મરણોતર એવોર્ડ એનાયત કરવામાં આવશે. આ સમારંભ યોજાતો હોઇ કલાકારોમાં ખુશીની લહેર છવાઇ ગઇ છે આ સમારંભ નારાયણ સેવા સંસ્થાના મોરબી-રાજકોટના પ્રમુખ ધનશ્યામસિંહ ઝાલા, હિમસન આર્ટીસ્ટ ફેડરેશન ગુજરાતના પ્રમુખ લાલજીભાઇ મહેતા તેમજ હિમસન ફિલ્મના નિર્માતા રામભાઇ મહેતા સમાંરભને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે.

 






Latest News