મોરબી, વાંકાનેર અને માળીયા તાલુકામાં દેશી દારૂની ભઠ્ઠી અને ધંધાર્થીઓ ઉપર ઘોંસ
મોરબીના ખાખરાળા ગામ પાસે કારખાનામાં વીજશોક લાગતા યુવાનનું મોત નીપજ્યું
SHARE









મોરબીના ખાખરાળા ગામ પાસે કારખાનામાં વીજશોક લાગતા યુવાનનું મોત નીપજ્યું
મોરબી તાલુકાના ખાખરાળા ગામ પાસે આવેલ કારખાનાની અંદર કામગીરી દરમિયાન મજુર યુવાનને શોટ લાગ્યો હતો જેથી કરીને તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે અકસ્માતના બનાવના કરીને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી તાલુકાના ખાખરાળા ગામ પાસે આવેલ ઉમા ઇન્ડસ્ટ્રીઝની અંદર રહેતા ત્યાં મજૂરી કામ કરતાં દિનેશભાઈ કેરમસિંહ કલેશ ઉંમર વર્ષ 22 ને કામગીરી દરમિયાન વીજો શોટ લાગ્યો હતો જેથી કરીને તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેહને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળ રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
