મોરબી વાંકાનેર હાઇવે ઉપર બાપાસીતારામની મઢુલી પાસે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ ક્રોસ કરતાં આધેડનું મોત મોરબીના ઘૂટું ગામે વાસણ માંજવાની ના પાડતા સાસુને પુત્રવધૂએ માર માર્યો, મારી નાખવાની ધમકી મોરબીના અદેપર ગામે ડેમના કાંઠે દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ, 1,37 લાખનો મુદામાલ કબ્જે: વાંકાનેર તાલુકામાં 5 બોટલ દારૂ સાથે એક પકડાય ટંકારા નજીક ગ્રાન્ડ વીરાટા ગાડીના ચાલકે અચાનક વળાંક વાળી લેતા બાઇકને હડફેટે લીધું: ઇજા પામેલ યુવાન સારવારમાં માળીયા (મી)ના માણાબાં પાસે-વાંકાનેરના સરતનપર નજીક કારખાનામાં હાર્ટ એટેકથી એક-એક યુવાનનું મોત વાંકાનેરના સરતાનપર રોડે કારખાનામાં શોટ લાગતાં એક યુવાનનું મોત, એક સારવારમાં વાંકાનેર તાલુકામાં ગેરકાયદે-ઓવરલોડ ખનીજનું પરિવહન કરતાં 4 ડમ્પર ઝડપાયા: 1.10 કરોડનો મુદામાલ કબ્જે મોરબીમાં જુગારમાં ૨૨ લાખ હારેલ યુવાનને વ્યાજચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરવામાં વધુ એક સામે કાર્યવાહી
Breaking news
Morbi Today

મોરબી પરશુરામ ધામ ખાતે બ્રહ્મ સામજ દ્વારા રાજ્યના મંત્રી બ્રિજેશ મેરજાનું કરાયુ સન્માન


SHARE











મોરબી પરશુરામ ધામ ખાતે બ્રહ્મ સામજ દ્વારા રાજ્યના મંત્રી બ્રિજેશ મેરજાનું કરાયુ સન્માન

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ પરશુરામ ધામ ખાતે રાજ્યના મંત્રી બ્રિજેશ મેરજાનો સન્માનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ તકે મુંજકા આશ્રમના સ્વામી પરમાત્માનંદજી હાજર રહ્યા હતા અને તેમણે રાવણનું દષ્ટાંત આપીને કહ્યું હતું કે, જો મતિ બગડે તો સોનાની લંકા પણ રહેતી નથી તે આપણે બધા જ જાણીએ છીએ જેથી કરીને મતિ ન બગડે તે માટે શિવઆરાધના તેમજ નિયમિત રીતે ગાયત્રીના પાઠ કરવા તેવી તેમણે ટકોર કરી હતી. મંત્રી બ્રિજેશ મેરજાનું બ્રહ્મ સામાજની વિવિધ પાંખો તેમજ સમાજના આગેવાનો દ્વારા તેમને વાજતે ગાજતે ઘોડે બેસાડીને અદકેરૂ સ્વાગત કરવામાં આવ્યુ હતુ. ત્યાર બાદ સાફો, બંડી અને સાલ ઓઢાડીને રાજ્યના મંત્રી બ્રિજેશ મેરજાનું અદકેરૂ સન્માન કરવામાં આવ્યુ હતુ.

આ તકે મોરબી જીલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ પ્રમુખ ભરતભાઇ ઓઝા(વાંકાનેર), મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી જયુભા જાડેજા, દિલુભા જાડેજા (જયદીપ કાું), મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઇ વાંસદડીયા, જીલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન અજયભાઇ લોરીયા, મોરબી જિલ્લા મહિલા ભાજપના પ્રમુખ સંગીતાબેન રમેશભાઈ ભીમાણી, રમેશભાઇ ભીમાણી, નોટરી બી.કે.ભટ્ટ, પાલીકામાં ચુંટાયેલ બ્રહ્મ મહીલા કાઉન્સીલરો સહિત શહેર અને જિલ્લા ભાજપની ટીમના આગેવાનો સાથે રહ્યા હતા અને બ્રિજેશ મેરજાએ પ્રાસંગીક ઉદબોધનમાં કહ્યુ હતુ કે મારૂ સન્માન કરીને જે પાઘડી પહેરાવી છે તે હું ક્યારે પણ ભુલીશ નહી અને હંમેશા સમાજ ઉપયોગી કામ માટે મારા દરવાજા ખુલ્લા છે.આ કાર્યક્રમને સફળ બનાવવા માટે થઈને પરશુરામ ધામ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ભુપતભાઈ પંડ્યા, બ્રહ્મ સમાજના આગેવાન અને પ્રદેશ ભાજપ અગ્રણી અનિલભાઈ મહેતા, મોરબી જીલ્લા ભાજપના ઉપપ્રમુખ હસુભાઈ પંડ્યા, મોરબી પરશુરામ યુવા ગૃપના પ્રમુખ નીરજભાઈ ભટ્ટ, ચિંતનભાઇ ભટ્ટ, ધ્યાનેશભાઇ રાવલ, કિશનભાઇ ઉપાધ્યાય, મહેશભાઇ ભટ્ટ, નલીનભાઇ ભટ્ટ, સમસ્ત બ્રહ્મ સમાજ પ્રમુખ કિશોરભાઈ શુકલ, આર્યન ત્રિવેદી, યજ્ઞેશ જાની, મુકેશભાઈ જોશી સહિતની ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. કાર્યક્રમનું સંચાલન રવિન્દ્રભાઇ ત્રિવેદીએ કર્યુ હતુ.






Latest News