ગુજરાતમાં ખેડૂત આંદોલનમાં લાઠીચાર્જ થશે તો તેના પડઘા પંજાબ, હરિયાણા અને યુપી પડશે: ભારતીય કિસાન યુનિયનના પ્રવક્તા રાકેશ ટીકેતનું મોરબીમાં એલાn મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ
Breaking news
Morbi Today

મોરબીના નવલખી રોડ ઉપર ઇકો કારનું ટાયર ફાટતા પાંચને સારવારમાં ખસેડાયા


SHARE







મોરબીના નવલખી રોડ ઉપર ઇકો કારનું ટાયર ફાટતા પાંચને સારવારમાં ખસેડાયા

મોરબીના નવલખી હાઇવે ઉપર ખાખરાળા અને જેપુર ગામની વચ્ચે ઇકો કારનું ટાયર ચાલુ કારે ફાટી જતાં ઇકો પલ્ટી મારી ગઇ હતી જેમાં સવાર પાંચને ઇજાઓ થતાં સારવારમાં ખસેડાયા હતા.

પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ નવલખી રોડ ઉપરના ખાખરાળા અને જેપુર ગામની વચ્ચેથી પસાર થઇ રહેલ ઇકો કારનું ટાયર અચાનક ફાટી ગયું હતું જેથી કરીને ઇકો કાર પલ્ટી મારી જતાં તેમાં સવાર ડિમ્પલબેન લાલજી સાપરીયા (૧૯) રહે.કાલીકા પ્લોટ મોરબી, હંસાબેન માવજીભાઇ સાંથલિયા (૪૦) રહે. કાલીકા પ્લોટ મોરબી, જીવતીબેન પ્રકાશભાઇ પરમાર (૨૦) રહે. હરિઓમપાર્ક સોસાયટી રાજકોટ, સવિતાબેન છગનભાઇ વાઘેલા (૩૫) રહે.ખીરસરા રાજકોટ અને છગનભાઈ બાબુભાઈ પરમાર (૨૦) રહે.હરિઓમપાર્ક સોસાયટી રાજકોટને ઇજાઓ થતાં અહીંની સિવિલ હોસ્પિટલે પ્રાથમિક સારવાર માટે ખસેડાયા હતા.જ્યારે મોરબીના રવાપર રોડ કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતા નસીમબેન ઇમ્તીયાઝભાઈ ચાનીયા નામની ૨૬ વર્ષીય મહિલા ઘરેથી બાઇકમાં બેસીને શાકમાર્કેટ તરફ જતી હતી ત્યારે રવાપર રોડ ઉપર એ.જે.કંપની પાસે બાઇકની આડે કુતરૂ આડુ ઉતરતા બાઇક સ્લીપ થઈ જવાનો બનાવ બન્યો હતો જેમાં ઇજાઓ થવાથી નસીમબેનને સારવારમાં ખસેડાયા હતા.

યુવતી સારવારમાં

મોરબીના સામાકાંઠે માળીયા હાઇવે ઉપર આવેલા ટીંબડી ગામની રહેવાસી પુનીબેન કાળુભાઈ મુછડિયા નામની ૧૯ વર્ષીય યુવતીએ મહાકાળી ભરડીયા પાસે કોઇ કારણોસર ફિનાઇલ પી લેતા તેને અહીંની સિવિલ હોસ્પિટલે સારવારમાં ખસેડાઇ હતી બનાવને પગલે તાલુકા પોલીસ મથકના જે.પી.કણસાગરાએ આગળની તપાસ હાથ ધરી હતી.મોરબીના સામાકાંઠે વોરાબાગની પાસે થયેલ મારામારીના બનાવમાં ઇજાઓ થતાં મહંમદ અલ્તાફ જુનાણી નામના ૧૬ વર્ષીય સગીરને સારવાર માટે સિવિલે ખસેડાયો હતો.મોરબીના લીલાપર રોડ ઉપર થયેલ મારામારીમાં ઇજાઓ થવાથી હર્ષદ નારણભાઈ ગઢીયા નામના ૪૪ વર્ષીય યુવાનને ઇજાઓ થતાં સેવિલે સારવારમાં લઇ જવાયો હતો.

મારામારીમાં ઇજા

મોરબીના સામાકાંઠે નજરબાગ રેલ્વે સ્ટેશન સામે આવેલ જવાહર સોસાયટીમાં રહેતા રમેશભાઈ લાલજીભાઈ ચૌહાણ નામના ૪૨ વર્ષીય યુવાનને પાડોશી સાથે સાઉન્ડ વગાડવા બાબતે થયેલી બોલાચાલી બાદ મારામારીમાં ઇજાઓ થતા રમેશભાઈ ચૌહાણને સારવારમાં સિવિલે ખસેડાયા હતા.બનાવની જાણ થતાં બી ડિવિઝન પોલીસ મથકના જે.એમ.જાડેજાએ આગળની તપાસ હાથ ધરી છે.મોરબીના પંચાસર રોડ ઉપર ગીતા મીલની સામે આવેલ શ્યામપાર્કમાં રહેતા ધવલભાઇ ફેફર પોતાના સાત વર્ષના પુત્ર પર્વને બાઇકમાં બેસાડીને જતા હતા ત્યારે બાઇક સ્લીપ થઈ જતા સાત વર્ષીય પર્વને ઈજાઓ થતાં સારવારમાં ખસેડાયો હતો.






Latest News