મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

મોરબીમાં વાહન અકસ્માતમાં ઇજા થતાં યુવાન રાજકોટ ખસેડાયો


SHARE







મોરબીમાં વાહન અકસ્માતમાં ઇજા થતાં યુવાન રાજકોટ ખસેડાયો

મોરબીના સામાકાંઠે નેશનલ હાઇવે વિશાલ ફર્નિચર પાસે પગપાળા જઈ રહેલા મૂળ બિહારના મીશ્રાભાઇ પાંડે નામના ૨૮ વર્ષના યુવાનને કોઇ અજાણ્યા વાહનના ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત થયેલા મિશ્રાભાઈને અત્રેની સિવિલે ખસેડાયા હતા જ્યાં પ્રાથમિક સારવાર આપીને તેને વધુ સારવાર માટે રાજકોટ લઇ જવાયો હોવાનું જાણવા મળેલ છે.જ્યારે મોરબીના જેતપર રોડ ઉપર આવેલા બ્લુઝોન સિરામીકની પાસે બાઇક સ્લીપ થઇ જવાના બનેલા બનાવમાં ઇજાઓ થવાથી મહેશભાઈ દેવજીભાઈ પરમાર નામના ૩૭ વર્ષીય યુવાનને ઇજાઓ થતા આયુષ હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયો હતો જેથી તાલુકા પોલીસ મથકના આર.બી.વ્યાસે આગળની તપાસ હાથ ધરી છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના રવાપર રોડ કાલીકા પ્લોટ વિસ્તારમાં રહેતો યુસુફભાઈ ઉમરભાઈ કાસમાણી નામનો ૪૫ વર્ષીય યુવાન અહિંના જૂના બસ સ્ટેશન પાસે પ્રફુલ ભજીયાવાળી શેરી નજીકથી પસાર થતો હતો ત્યારે સ્કુટર-બાઇકની વચ્ચે થયેલા વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થતાં તેને સિવિલે સારવારમાં ખસેડાયો હતો.જ્યારે મોરબીના વાંકાનેર હાઇવે ઉપર જાંબુડીયા નજીકના કલ્યાણ સીરામીક પાસે રહેતો સુરેશભાઇ ધીરૂભાઈ મગવાણીયા નામનો યુવાન પત્ની સાથે બાઈકમાં જતો હતો ત્યારે પાડધરા નજીક બાઇક સાથે બાઈક અથડાતા અકસ્માત સર્જાયો હતો જેમાં ઇજાઓ થવાથી સુરેશભાઈને આયુષ હોસ્પીટલે સારવારમાં ખસેડાયો હતો.

યુવાન સારવારમાં

હળવદ તાલુકાના સાપકડા ગામનો રહેવાસી અશોકભાઈ મોહનભાઈ રાંતોજા નામનો યુવાન ઘરેથી બાઇક લઇને જતો હતો ત્યારે સામખિયાળી નજીક આવેલા અજન્તા કારખાના પાસે તેના બાઇકને કોઈ અજાણ્યા ટ્રક ચાલકે હડફેટે લેતા માથાના ભાગે ઈજાગ્રસ્ત હાલતમાં અશોક રાંતોજાને અહીંની આયુષ હોસ્પીટલે સારવારમાં લાવવામાં આવ્યો હતો.જયારે હળવદના રેલ્વે સ્ટેશન રોડ ઉપર રહેતો હિતેષ ભવાનભાઈ કણજારીયા નામનો ૨૧ વર્ષનો યુવાન ધાંગધ્રા ગયો હતો ત્યાં ધાંગધ્રાના બસ સ્ટેશન પાસે તેનું બાઇક સ્લીપ થઇ જતાં હિતેષ કણજારીયાને પણ સારવાર માટે આયુષ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.






Latest News