વાંકાનેરના વઘાસીયા પાસે કારખાનાની ઓરડીમાં ગળાફાંસો ખાઇને પરણીતાનો આપઘાત
SHARE
વાંકાનેરના વઘાસીયા પાસે કારખાનાની ઓરડીમાં ગળાફાંસો ખાઇને પરણીતાનો આપઘાત
વાંકાનેરના વઘાસીયા ગામની સીમમાં આવેલ સિરામિકના કારખાનાની અંદર ઓરડીમાં પરણીતાએ ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો અને આ બનાવની વાંકાનેર સીટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેરના વઘાસીયા ગામની સીમમાં આવેલ સોમાણી કારખાનાની અંદર રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા વિવેકકુમાર ગૌવતરની પત્ની નિરજબેન (ઉંમર ૨૮)એ કોઈ કારણોસર પોતાની ઓરડીમાં ગળાફાંસો ખાઇ લીધો હતો જેથી કરીને આ બનાવની જશવંતભાઈ પ્રભુભાઈ પટેલ દ્વારા વાંકાનેર સીટી પોલીસને જાણ કરવામાં આવી હતી અને મૃતક મહિલાના મૃતદેહને વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો હતો જેથી કરીને પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
દેશી દારૂની રેડ
હળવદ તાલુકાનાં રાયધ્રા ગામે રમેશભાઇ નવઘણભાઇ દેત્રોજાની વાડીએ દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે વાડીમા પાણીના ટાંકા પાસેથી ૩૦ લિટર દેશી દારૂ અને દેશી દારૂ બનાવવાનો આથો ૧૦૦૦ લીટર મળી આવ્યો હતો જેથી પોલીસે ૨૬૦૦ ના મુદામાલ સાથે હાલમાં મુકેશભાઇ સામજીભાઇ કુકવાવા (૨૭) રહે, રાયધ્રા વાળાની ધરપકડ કરેલ છે અને વાડીનો માલિક રમેશભાઇ નવઘણભાઇ દેત્રોજા હાજર ન હોવાથી તેને પકડવા માટે તજવીજ હાથ ધરી છે