હળવદના સુંદરગઢ નજીકથી દારૂ ભરેલ કાર સાથે એક આરોપી પકડાયો: 4.60 લાખનો મુદામાલ કબ્જે: એકનું શોધખોળ મોરબીના ઘુંટુ ગામેથી યુવાન ગુમ મચ્છુકાંઠા રબારી સમાજનું ગૌરવ: મોરબીના ચાચાપર ગામના સુનિલભાઈ રાઠોડ બન્યા કલાસ-1 અધિકારી મોરબી મહાપાલિકાની બેઠકો માટે ભાજપમાં સેન્સ લેવા આવેલા આગેવાનોને એકપણ માજી સભ્યને ટિકિટ ન આપવા સામાજીક કાર્યકરે કરી રજૂઆત હળવદના સુંદરગઢ અને કડિયાણા વચ્ચે રોંગ સાઈડમાં આવેલા ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને હડફેટે લેતા આધેડને ગંભીર ઇજા મોરબીમાં જૂની અદાવતનું મનદુખ રાખીને યુવાન ઉપર પાંચ શખ્સોનો હુમલો: છરી-ધોકા વડે મારમાર્યો કોર્ટમાં કેસ ચાલે છે તે પાછો ખેંચી લેજે નહિતર જાનથી મારી નાખવો પડશે: હળવદમાં રહેતા આધેડને ધમકી મોરબીમાં જુગારની બે રેડ: ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 7 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં ક્રિકેટ મેચ રમીને ઘરે પરત જતાં યુવાનનું ચાલુ વાહને હાર્ટ એટેકથી મોત


SHARE











મોરબી જીલ્લામાં ક્રિકેટ મેચ રમીને ઘરે પરત જતાં યુવાનનું ચાલુ વાહને હાર્ટ એટેકથી મોત

મોરબી જિલ્લા સહિત ભારતમાં હાર્ટ એટેકથી મોતની ઘટનાઓ વધી રહી છે ત્યારે ટંકારા તાલુકાનાં રાજાવડ ગામનો યુવાન મોરબી તાલુકાનાં નાગડાવાસ ગામે ક્રિકેટ મેચ રમીને યુવાન પરત ઘરે જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં હાર્ટ એટેક આવી જતાં તે યુવાનનું ચાલુ વાહને જ મોત નીપજયું હતું

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના નાગડાવાસ ગામે આવેલા ક્રિકેટ મેદાનમાં હાલમાં ક્રિકેટ ટુર્નામેન્ટમાં ચાલી રહી છે તેમાં મેચ રમીને ટંકારા તાલુકાના રાજાવડ ગામે રહેતો રમેશભાઈ જેસંગભાઈ બાલાસરા (૩૮) નામનો યુવાન વાહનમાં પરત ઘરે જઈ રહ્યો હતો ત્યારે ટંકારા તાલુકાનાં વિરપર નજીક ચાલુ ગાડીએ તેને છાતીમાં દુઃખાવો ઉપડયો હતો અને હાર્ટ એટેકથી તે યુવાનનું મોત નીપજયું હતું વધુમાં મળી રહેલા માહિતી મુજબ નાગડાવાસ ગામે ક્રિકેટ રમીને પરત જતા સમયે આ બનાવ બનેલ હોવાથી નાના એવા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે છવાયો છે, ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલાં ક્રિકેટ ટુર્નામેન્ટમાં મેચ દરમિયાન ટિમ સાથે બનાવાયેલ વિડીયો તેમની છેલ્લી યાદગીરી બની ગયો છે. રમેશભાઈની અણધારી વિદાયથી બાલાસરા પરીવારમા ગમગીની છવાઈ છે.






Latest News