મોરબીના જેતપર રોડ ઉપર બાઈક સ્લીપ થતા યુવાનનું મોત મોરબી ગ્રાહકસુરક્ષા મંડળે ગ્રાહકને વિમા કંપની પાસેથી ૩.૪૬ લાખનો ચેક અપાવ્યો મોરબી નજીક આવેલ આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ખાતે જિલ્લા કક્ષાનો IIC જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હળવદના જુના દેવળીયા ગામે વાડીના સેઢે જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીના જાંબુડીયા નજીક ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને ઠોકર મારતા યુવાનનું મોત મોરબીમાં ઘરમાં થયેલ ઘરેણાંની ચોરીની શંકા રાખીને પતિએ પત્નીને એસિડ નાખીને મારી નાખવાની આપી ધમકી મોરબી અને માળીયામાં દારૂની ચાર રેડ: 5 બોટલ દારૂ, 13 બીયરના ટીન અને 900 લિટર આથો ઝડપાયો મોરબીમાં આર્ટ ઓફ લિવિંગ પરીવાર દ્વારા યોગા લેવલ-2 શિબિરનું આયોજન
Breaking news
Morbi Today

મોરબી: પડધરીના વણપરી બહેનો દ્વારા રંગોળી કરી મતદાન જાગૃતિનો પ્રયાસ: વાંકાનેર-ટંકારા વીરપરમાં મહેંદીથી મતદાન જાગૃતિ સંદેશ


SHARE

















મોરબી: પડધરીના વણપરી બહેનો દ્વારા રંગોળી કરી મતદાન જાગૃતિનો પ્રયાસ

મતદાન જાગૃતિ માટે સરકાર દ્વારા અનેકવિધ કાર્યકમ થઈ રહ્યા છે ત્યારે ટંકારા વિધાનસભા વિસ્તારમાં પડધરી તાલુકાના ભાગ નંબર ૨૩૬માં બહેનોએ રંગોળી કરી મતદાન જાગૃતિનો સંદેશ પાઠવ્યો હતો. અને રંગોળી દરેક ઘરની શોભા વધારે છે ત્યારે ટંકારા વિધાનસભા વિસ્તારમાં પડધરી તાલુકાના ભાગ નંબર ૨૩૬ વણપરી બહેનો દ્વારા રંગોળી દોરવામા આવી હતી જેમાં "વોટ ફોર ઇન્ડિયા" સહિતના સ્લોગન સાથે રંગોળી દોરી મતદાન જાગૃતિનો સંદેશ પાઠવ્યો હતો. દરેક નાગરિકે અવશ્ય મતદાન કરવું જોઈએ તેમ પણ બહેનોએ જણાવ્યું હતું.

આઇસીડીએસ વિભાગ વાંકાનેર

આઇસીડીએસ વિભાગ વાંકાનેર ઘટક-૧ ના ૧૧૧ આંગણવાડી કેન્દ્રમાં લોકસભા સામન્ય ચુટંણી-૨૦૨૪ અનવ્યે મતદાન જાગૃતિ અંગે તા ૧/૫ ના રોજ ૬૭-વાંકાનેર વિધાનસભા મત વિભાગમાં સમાવિષ્ટ તમામ આંગાણવાડીમાં કાર્યક્રમ યોજવામાં આવેલ હતો જેમાં બેનર, શપથ તેમજ કિશોરી દ્વારા હાથમાં મહેંદી લગાવીને મતદાન જાગૃતિ અંગેના સુત્રો દ્વારા ગ્રામજનોને માહિતગાર કરવામાં આવેલ હતા તેમજ હાલમાં  ઉનાળાના લીધે હીટ વેવની અસર હોય તે અંગે પણ સમજણ આપવામાં આવી હતી, આ કાર્યક્રમને સફળ બનાવવા માટે બાળ વિકાસ યોજના અધિકારી વાંકાનેર ડૉ.વૈશાલીબેન પટગીર, અને મુખ્યસેવિકા ચાંદનીબેન,મંજુબેન,ઉષાબેન,શોભનાબેન તેમજ આંગણવાડી વર્કર- હેલ્પર દ્વારા  કામગીરી કરવામાં આવી હતી.

 

આરોગ્ય મંદિર વિરપર

મોરબી જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી, તાલુકા હેલ્થ ઓફિસર અને મેડિકલ ઓફિસર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લજાઈ દ્વારા મળેલ સૂચના અન્વયે આયુષ્માન આરોગ્ય મંદિર વિરપર ખાતે લોકસભા ચૂંટણી-૨૦૨૪ ના સંદર્ભે મતદાતા જાગૃતિ અભિયાન અંતર્ગત માસ મહેંદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું. જેથી લોકોમાં મતદાનનું મહત્વ સમજાય અને સો ટકા મતદાન થાય તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવેલ હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સી.એચ.ઓ પ્રતીક ફુલતરીયા, એમ.પી.એચ.ડબલ્યુ. કૃણાલ ઠાકર, એફએચડબલ્યુ ભાવનાબેન જોગિયા તેમજ આશા બહેનો અને આંગણવાડી કાર્યકર દ્વારા જેહમત ઉઠાવવામાં આવી હતી.




Latest News