હળવદના સુંદરગઢ નજીકથી દારૂ ભરેલ કાર સાથે એક આરોપી પકડાયો: 4.60 લાખનો મુદામાલ કબ્જે: એકનું શોધખોળ મોરબીના ઘુંટુ ગામેથી યુવાન ગુમ મચ્છુકાંઠા રબારી સમાજનું ગૌરવ: મોરબીના ચાચાપર ગામના સુનિલભાઈ રાઠોડ બન્યા કલાસ-1 અધિકારી મોરબી મહાપાલિકાની બેઠકો માટે ભાજપમાં સેન્સ લેવા આવેલા આગેવાનોને એકપણ માજી સભ્યને ટિકિટ ન આપવા સામાજીક કાર્યકરે કરી રજૂઆત હળવદના સુંદરગઢ અને કડિયાણા વચ્ચે રોંગ સાઈડમાં આવેલા ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને હડફેટે લેતા આધેડને ગંભીર ઇજા મોરબીમાં જૂની અદાવતનું મનદુખ રાખીને યુવાન ઉપર પાંચ શખ્સોનો હુમલો: છરી-ધોકા વડે મારમાર્યો કોર્ટમાં કેસ ચાલે છે તે પાછો ખેંચી લેજે નહિતર જાનથી મારી નાખવો પડશે: હળવદમાં રહેતા આધેડને ધમકી મોરબીમાં જુગારની બે રેડ: ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 7 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના જલારામ મંદિરે શનિવારે વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન


SHARE











મોરબીના જલારામ મંદિરે શનિવારે વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન

મોરબી જલારામ મંદિર ખાતે આગામી તા. ૪ ના રોજ નવીનભાઈ અમરશીભાઈ રાચ્છ પરિવારના સહયોગથી વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને અત્યાર સુધીના ૩૧ કેમ્પમા કુલ મળીને ૯૮૮૫ લોકોએ લાભ લીધો હતો તેમજ  ૪૩૯૪ લોકોના વિનામુલ્યે સફળ નેત્રમણી ઓપરેશન કરવામાં આવેલ છે

સમગ્ર ગુજરાતની નંબર ૧ આંખની હોસ્પીટલ શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહીના ની ૪ તારીખે શહેરના શ્રી જલારામ પ્રાર્થના મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે યોજાશે. જે અંતર્ગત તા.૪ ને શનીવારના રોજ સવારે ૯ થી ૧૨ કલાક દરમિયાન નવીનભાઈ અમરશીભાઈ રાચ્છ પરિવારના સહયોગથી વિનામુલ્યે કેમ્પ યોજાશે. જેમા શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ ના ડો.બળવંતભાઈ,ડો. અલ્કેશભાઈ ખેરડીયા, હેમુભાઈ પરમાર, આદમભાઈ,નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખ ના દર્દી ઓ ની તપાસ કરવા મા આવશે તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનુ સારામા સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્ર મણી) સાથે  વિનામુલ્યે ઓપરેશન કરવામા આવશે. ઓપરેશન માટે રાજકોટ જવા-આવવા ની વ્યવસ્થા તથા રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, ચશ્મા, ટીપા વગેરે સુવિધા વિનામુલ્યે સંસ્થા દ્વારા વ્યવસ્થા કરવા મા આવી રહી છે. દર મહીના ની ૪ તારીખે આ કેમ્પ યોજાશે. આ કેમ્પનો લાભ લેવા માટે એડવાન્સ બુકીંગની કોઈ આવશ્યતા નથી. આ કેમ્પમા તપાસ માટે દર્દીનુ આધાર કાર્ડ સાથે રાખવુ અનિવાર્ય છે. વધુ માહીતી માટે ગીરીશભાઈ ઘેલાણી, નિર્મિતભાઈ કક્કડ, હરીશભાઈ રાજા, અનિલભાઈ સોમૈયાનો સંપર્ક કરવા સંસ્થાએ યાદી મા જણાવ્યુ છે.






Latest News