હળવદના સુંદરગઢ નજીકથી દારૂ ભરેલ કાર સાથે એક આરોપી પકડાયો: 4.60 લાખનો મુદામાલ કબ્જે: એકનું શોધખોળ મોરબીના ઘુંટુ ગામેથી યુવાન ગુમ મચ્છુકાંઠા રબારી સમાજનું ગૌરવ: મોરબીના ચાચાપર ગામના સુનિલભાઈ રાઠોડ બન્યા કલાસ-1 અધિકારી મોરબી મહાપાલિકાની બેઠકો માટે ભાજપમાં સેન્સ લેવા આવેલા આગેવાનોને એકપણ માજી સભ્યને ટિકિટ ન આપવા સામાજીક કાર્યકરે કરી રજૂઆત હળવદના સુંદરગઢ અને કડિયાણા વચ્ચે રોંગ સાઈડમાં આવેલા ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને હડફેટે લેતા આધેડને ગંભીર ઇજા મોરબીમાં જૂની અદાવતનું મનદુખ રાખીને યુવાન ઉપર પાંચ શખ્સોનો હુમલો: છરી-ધોકા વડે મારમાર્યો કોર્ટમાં કેસ ચાલે છે તે પાછો ખેંચી લેજે નહિતર જાનથી મારી નાખવો પડશે: હળવદમાં રહેતા આધેડને ધમકી મોરબીમાં જુગારની બે રેડ: ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 7 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ચલણી નોટના આધારે જુગાર રમતા ત્રણ શખ્સોની ધરપકડ


SHARE











વાંકાનેરમાં ચલણી નોટના આધારે જુગાર રમતા ત્રણ શખ્સોની ધરપકડ

વાંકાનેર નેશનલ હાઈવે રોડ ઉપર જીનપરા જકાતનાકા પાસે આવેલ રાજ એન્ટરપ્રાઇઝ નજીક જાહેરમાં ચલણી નોટના આધારે જુગાર રમતા હતા ત્યાં પોલીસ દ્વારા જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્રણ શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે ૫૧૫૦ ની રોકડ કબજે કરીને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર સિટી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે નેશનલ હાઈવે રોડ ઉપર જીનપરા જકાતનાકા પાસે આવેલ રાજ એન્ટરપ્રાઇઝ નજીક જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દીપકભાઈ બીપીનભાઈ નરસાણા જાતે વાણીયા (૩૬) રહે. ભાટિયા સોસાયટી વાંકાનેર, મિતેશભાઇ કિશોરભાઈ રાજવીર જાતે લોહાણા (૨૮) રહે. ભાટિયા સોસાયટી વાંકાનેર અને સલીમભાઈ અલીભાઈ બાદી જાતે મોમીન (૩૯) રહે. આશિયાના સોસાયટી વાંકાનેર વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે ચલણી નોટના આધારે જુગાર રમી રહેલા આ ત્રણ શખ્સો પાસેથી ૫૧૫૦ ની રોકડ કબજે કરી હતી અને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News