મોરબી જિલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ તરીકે નયનભાઈ અઘારાની વરણી હળવદના સુંદરગઢ નજીકથી દારૂ ભરેલ કાર સાથે એક આરોપી પકડાયો: 4.60 લાખનો મુદામાલ કબ્જે: એકનું શોધખોળ મોરબીના ઘુંટુ ગામેથી યુવાન ગુમ મચ્છુકાંઠા રબારી સમાજનું ગૌરવ: મોરબીના ચાચાપર ગામના સુનિલભાઈ રાઠોડ બન્યા કલાસ-1 અધિકારી મોરબી મહાપાલિકાની બેઠકો માટે ભાજપમાં સેન્સ લેવા આવેલા આગેવાનોને એકપણ માજી સભ્યને ટિકિટ ન આપવા સામાજીક કાર્યકરે કરી રજૂઆત હળવદના સુંદરગઢ અને કડિયાણા વચ્ચે રોંગ સાઈડમાં આવેલા ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને હડફેટે લેતા આધેડને ગંભીર ઇજા મોરબીમાં જૂની અદાવતનું મનદુખ રાખીને યુવાન ઉપર પાંચ શખ્સોનો હુમલો: છરી-ધોકા વડે મારમાર્યો કોર્ટમાં કેસ ચાલે છે તે પાછો ખેંચી લેજે નહિતર જાનથી મારી નાખવો પડશે: હળવદમાં રહેતા આધેડને ધમકી
Breaking news
Morbi Today

મોરબીમાં પત્ની સાથે સબંધ છોડી દેવાની ના પાડનારા યુવાનની હત્યાના ગુનામાં ધરારપ્રેમીને આજીવન કેદની સજા


SHARE











મોરબીમાં પત્ની સાથે સબંધ છોડી દેવાની ના પાડનારા યુવાનની હત્યાના ગુનામાં ધરારપ્રેમીને આજીવન કેદની સજા

મોરબીમાં રહેતી મહિલા ગમતી હોવાથી તેના પતિને તેની સાથે સંબંધ છોડી દેવા માટે થઈને એક શખ્સ દ્વારા દબાણ કરવામાં આવ્યું હતું અને ત્યારે તે મહિલાના પતિએ પોતાની પત્ની સાથે સંબંધ છોડવાનો ઇન્કાર કરવામાં આવ્યો હતો જેથી કરીને તે શખ્સે મહિલાના પતિને છરીના ઘા ઝીકી દીધા હતા અને તેની હત્યા કરી હતી જે કેસ મોરબીની કોર્ટમાં ચાલી જતા આરોપીને કોર્ટે આજીવન સખત કેદની સજા ફટકારી છે

આ કેસની મળતિ વિગતો મુજબ ગત તા. ૧૫/૧૦/૨૦૨૧ ના રોજ મોરબી એ ડિવિજન પોલીસ સ્ટેશને ફરિયાદી જાવીદશા ઉમરશા શાહમદાર નામના યુવાને ફરિયાદ નોંધાવી હતી કે મકરાણીવાસમાં રહેતા ફિરોજનો દીકરો સરફરાજ અવારનવારત તેના ઘરે આવી ફરિયાદીના નાના ભાઈ ઇમરાનને કહેતો હતો કે તારી પત્ની સાહીદા મને ગમે છે મારે તેની સાથે લગ્ન કરવા છે જેથી તું સાહીદા સાથે સંબંધ છોડી દે ત્યારે ફરિયાદીના નાના ભાઈને સબંધ છોડવાની ના કહી હતી ત્યાર બાદમાં રાત્રીના સાડા બારેક વાગ્યે ઘરના ફળિયામાં બચાવો બચાવોનો અવાજ આવતા ઉમરશા બહાર નીકળ્યા હતા જ્યાં નાના ભાઈ ઇમરાનની રૂમ પાસે સરફરાજ નાના ભાઈ ઇમરાનને પછાડી તેની પર બેસી છરી વડે આડેધડ ઘા ઝીકતો હતો અને ત્યાર બાદ આરોપી નાસી ગયો હતો અને ઇમરાનનું મોત નિપજ્યુ હતુ જે બનાવમાં હત્યાની ફરિયાદ લઈને પોલીસે જે તે સમયે આરોપીની ધરપકડ કરી હતી આ કેસ શુક્રવારે બીજા એડીશનલ સેશન્સ જજ વિરાટ એ. બુદ્ધ સાહેબની કોર્ટમાં ચાલી જતા મદદનીશ સરકારી વકીલ સંજયભાઈ સી. દવેએ કોર્ટમાં આરોપી વિરુદ્ધ ૯ મૌખિક અને ૨૬ દસ્તાવેજી પુરાવા રજુ કર્યા હતા જેને ધ્યાને લઈને કોર્ટે આરોપી સરફરાજ ફિરોજ શાહમદારને કસુરવાન ઠેરવ્યો હતો અને હત્યાના ગુનામાં કોર્ટે આજીવન સખ્ત કેદની સજા અને બે લાખનો દંડ તેમજ દંડ ન ભરે તો વધુ ૩ વર્ષની સખ્ત કેદની સજા ફટકારી છે તેમજ ભારતીય દંડ સહીનતાની કલમ ૪૪૭ મુજબના ગુનામાં છ માસની સાદી કેદની સજા અને ૧૦૦૦ દંડ ફટકાર્યો છે.






Latest News