વાંકાનેરના રાતાવિરડા પાસે સિરામિકના કારખાનામાં આગા લગતા ૫૦ લાખનું નુકશાન
SHARE
વાંકાનેરના રાતાવિરડા પાસે સિરામિકના કારખાનામાં આગા લગતા ૫૦ લાખનું નુકશાન
વાંકાનેર તાલુકાની હદમાં આવેલ રાતાવિરડા ગામની સીમમાં ટેકજા સીરામીક નામના કારખાનામાં ગત સોમવારે બપોરના સાડા બાર વાગ્યાના અરસામાં અચાનક આગ લાગી હતી અને સિરામિક કારખાના સાઇજિંગ વિભાગની અંદર આગનો બનાવ બનેલ હોય ત્યાં બોક્સ અને અન્ય સામગ્રી પડેલ હોય જે તમામ આગની ઝપેટમાં આવી જવાના કારણે બળીને ખાખ થઇ ગઇ હતી જેથી કરીને હાલમાં મોરબીના રવાપર ઘુનડા રોડ ઉપર રહેતા કૌશિકભાઇ પ્રભુભાઈ ભાલોડીયા જાતે પટેલ (૨૦) એ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આગના બનાવની જાણ કરેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે, રાતાવિરડા ગામની સીમમાં આવેલ તેઓના ટેકજા સીરામીક નામના કારખાનામાં સાઇઝિંગ વિભાગની અંદર આગ લાગવાના કોરુગેટેડ બોક્સ નામ ૨૫૦૦, ટેપિંગ મશીન ૩ નંગ આગમાં સંપૂર્ણ બળીને ખાખ થઈ ગયા છે તેની સાથોસાથ સિમેન્ટના પતરા પણ તૂટી ગયા છે અને લોખંડની એન્ગલમાં પણ નુકસાન થયેલ છે આમ સોમવારે લાગેલી આગના કારણે સીરામીક કારખાનામાં ૫૦ લાખનું નુકસાન થયેલ છે.