મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

મોરબીના લખધીરપુર રોડ ઉપર રહેણાંક મકાનમાં દરોડો : દારૂ-બિયરની ૨૯૩ બોટલ સાથે એક ઝડપાયો


SHARE







મોરબીના લખધીરપુર રોડ ઉપર રહેણાંક મકાનમાં દરોડો : દારૂ-બિયરની ૨૯૩ બોટલ સાથે એક ઝડપાયો

મોરબી સીટી બી ડીવીજન પોલીસને મળેલ બાતમીના આધારે પોલીસ સ્ટાફે લખધીરપુર રોડ ઉપર મફતિયાપરામાં રહેણાંક મકાનમાં દરોડો પાડયો હતો જ્યાં મકાનના ફળિયામાં આવેલી ઓરડીમાંથી જુદી-જુદી બ્રાન્ડની કુલ ૨૪૫ બોટલ દારૂ તેમજ બિયરના ૪૮ ટીન મળી આવતાં કુલ દોઢ લાખની મતા સાથે એકની ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટાફને મળેલી બાતમીના આધારે પીએસઆઇ વાઢીયા તથા સ્ટાફે ગત મોડીરાત્રીના મોરબીના નેશનલ હાઈવે ૮-અ ઉપર આવેલ લખધીરપુર રોડ ઉપરના મફતીયાપરા વિસ્તારમાં શિવાજી કારખાનાની સામે રહેતા શામજી રઘુ સારલા જાતે કોળી (૪૬) નામના ઇસમના રહેણાંક મકાનમાં રેડ કરી હતી ત્યારે મકાનના ફળિયામાં આવેલી ઓરડીમાંથી પોલીસને જુદી-જુદી બ્રાન્ડની કુલ મળીને ૨૪૫ બોટલ દારૂ કિંમત રૂા.૧,૪૫,૫૦૦ નો જથ્થો મળી આવ્યો હતો તેમજ સાથે બીયરના ૪૮ ટીન કિંમત રૂા.૪૮૦૦ મળી આવતા કુલ રૂા.૧,૫૦,૩૫૦ ની કિંમતના દારૂ-બીયરના જથ્થા સાથે હાલમાં ઘરધણી શામજી રઘુ સારલા જાતે કોળીની દારૂના ગુનામાં ધરપકડ કરવામાં આવેલ છે. તેણે આ જથ્થો કોની પાસેથી મેળવ્યો છે..? અને તે કોને આ માલ સપ્લાય કરવાનો હતો..? તે દિશામાં હાલમાં બી ડિવિઝન પોલીસ આગળની તપાસ ચલાવી રહી છે.






Latest News